હરિયાણાની રહેવાસી જ્યોતિ મલ્હોત્રા પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાણ હોવાનો સનસનાટીભર્યો આરોપ મૂકવામાં આવ્યો છે. હિસાર પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યોતિ જાન્યુઆરીમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ગઈ હતી અને ત્યાંથી તે ગુપ્ત મિશન પર પાકિસ્તાન પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત અધિકારી દાનિશના સંપર્કમાં હતી, જે ત્યાંની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલ હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયા પર જ્યોતિની એક ઇન્સ્ટાગ્રામ રીલના આ મોટો ઘટસ્ફોટ થયો હતો. રીલમાં તે પહેલગામની બરફીલા ખીણોમાં જોઈ શકાય છે.

જાસૂસ જ્યોતિએ પાકિસ્તાનને શું માહિતી આપી
હિસાર પોલીસની ટીમે સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ, કોલ ડિટેલ્સ અને મુસાફરી દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરી તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે જ્યોતિ પાસે ભારતની સંવેદનશીલ માહિતી હતી. પાકિસ્તાન મોકલી રહી હતી જેમાં સરહદી વિસ્તારોની પરિસ્થિતિ, લશ્કરી હિલચાલ અને સરકારી યોજનાઓ સંબંધિત ગુપ્ત ફાઇલોનો સમાવેશ થાય છે. હરિયાણાના હિસારની યુવતી અને યુટ્યૂબ વીડિયો બનાવીને જાણીતી બનેલી જ્યોતિ મલ્હોત્રા નામની યુવતી પાકિસ્તાની જાસૂસી નીકળી છે. પોલીસે ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી છે જ્યોતિ પર મોટા ખુલાસા થઈ રહ્યાં છે. જ્યોતિની ધરપકડ થઈ તેના મહિના પહેલાં એક ભારતીય વ્યક્તિએ જયોતિની શંકાપસ્દ ગતિવિધિઓ પકડી હતી અને એનઆઈએને જાણ કરી હતી તેમ છતાં કોઈ એક્શન લેવાયું નહોતું.
1 વર્ષ પહેલાં શખ્સે શું ફરિયાદ કરી
કપિલ જૈન નામના એક X યુઝરે મે 2024 માં રાષ્ટ્રીય તપાસ એજન્સીને તેની પ્રવૃત્તિઓની તપાસ કરવાની ચેતવણી આપી હતી. તેણે કહ્યું કે એનઆઈએ, કૃપા કરીને આ મહિલા પર નજર રાખો. તે પહેલા પાકિસ્તાની દૂતાવાસમાં ગઈ હતી અને ત્યાં પહોંચી હતી, પછી 10 દિવસ માટે પાકિસ્તાન ગઈ હતી અને હવે તે કાશ્મીર જઈ રહી છે. આ બધા પાછળ કોઈ કડી હોઈ શકે છે,” જૈને જ્યોતિ મલ્હોત્રાના યુટ્યુબ પેજનો સ્ક્રીનશોટ શેર કરતા પોસ્ટ કર્યું હતું.

જ્યોતિ નીકળી પાકિસ્તાની જાસૂસ
જ્યોતિ, જેની યુટ્યુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અનુક્રમે 3.77 લાખ સસ્ક્રાઇબર્સ અને 1.33 લાખ ફોલોઅર્સ છે, તે દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કામ કરતા એક પાકિસ્તાની કર્મચારીના સંપર્કમાં હોવાનું કહેવાય છે. 13 મેના રોજ, ભારતે તે પાકિસ્તાની અધિકારીને જાસૂસીમાં સામેલ હોવાના આરોપસર હાંકી કાઢ્યો હતો. 16 મેના રોજ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, 2023 માં, જ્યોતિ પાકિસ્તાન હાઇ કમિશનમાં એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં આવી હતી જયાં તે પડોશી દેશની મુલાકાત લેવા માટે વિઝા મેળવવા ગઈ હતી એફઆઈઆરમાં જણાવાયું છે કે બે વાર પાકિસ્તાનની મુલાકાત લેનાર જ્યોતિ દાનિશના પરિચિત અલી અહવાનને મળી હતી જેણે તેના ત્યાં રહેવાની વ્યવસ્થા કરી હતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
