મેયર રિતુ તાવડેએ સોમવારે ચેમ્બુરમાં અમર મહલ ફ્લાયઓવર નીચે શહેરની પ્રથમ સિગ્નલ સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું હતું જેનો ઉદેશ ટ્રાફિક-સિગ્નલ પર રહેતાં બાળકોને ઔપચારિક શિક્ષણ આપવાનો છે એટલું જ નહીં, આ પહેલ હેઠળ તેમને ફક્ત શિક્ષણ જ નહીં પણ બિહેવિયર ટ્રેઇનિંગ પણ આપવામાં આવશે. ઉદ્ઘાટન સમયે બોલતાં રિતુ તાવડેએ મુંબઈને ભિક્ષુકમુક્ત બનાવવાના પ્રોજેક્ટ પાછળના વ્યાપક વિઝન પર વાત કરતાં કહ્યું હતું કે ‘અમે ઇચ્છીએ છીએ કે એકેય બાળક સિગ્નલ પર ભીખ ન માગે, પરંતુ પોતાના પગ પર ઊભું રહે. એ માટે તેમને શાળાનું જ્ઞાન અને બિહેવિયરનું શિક્ષણ હોવું જોઈએ અને એ માટે આ ખૂબ સુંદર પ્રયાસ છે.’

મુંબઈની આ પ્રકારની પ્રથમ પહેલ છે જ્યારે થાણે અને નવી મુંબઈમાં ઑલરેડી આવી સ્કૂલો શરૂ થઈ ચૂકી છે. ઑક્ટોબર ૨૦૨૫માં નવી મુંબઈમાં સિગ્નલ-સ્કૂલ શરૂ કરવામાં આવી એ પછી બીજી સિગ્નલ-સ્કૂલ થાણેના તીન હાથ નાકા ખાતે શરૂ થઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
