મુંબઈ મહાપાલિકા તરફથી પૂર્વ ઉપનગરના મુલુંડ ખાતે ટૂંક સમયમાં એક પક્ષી ઉદ્યાન ઊભું કરવામાં આવશે. એના માટે આરક્ષણ ફેરફારના પ્રસ્તાવને તાજેતરમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે. મુલુંડના આ નિયોજિત ઉદ્યાનમાં 18 દુર્લભ પ્રજાતિ સહિત 206 પ્રજાતિના પક્ષી રાખવામાં આવશે. આ પક્ષી ઉદ્યાનના કામનો માર્ગ હવે ખુલ્લો થયો છે.
મુલુંડ પશ્ચિમમાં નાહૂર ગાવ પરિસરમાં સીટીએસ ક્રમાંક 706 ભૂખંડ મહાપાલિકાએ ઉદ્યાન અને પાર્કિંગલોટના ઉદ્દેશ માટે આરક્ષિત રાખ્યો છે. આ આરક્ષિત ભૂખંડનો વિકાસ કરવામાં આવશે. ત્યાં તમામ સુવિધાવાળું ઉદ્યાન તૈયાર કરવામાં આવશે. તેમ જ ઉદ્યાનમાં પક્ષીગૃહ તૈયાર કરવામાં આવશે. મુંબઈ પ્રાણીસંગ્રહાલયની સંચાલકોએ જાન્યુઆરી 2024માં નાહૂર ભૂખંડા આરક્ષણના ફેરફાર માટે પ્રસ્તાવ મોકલ્યો હતો.

મહાપાલિકાએ એના પર સૂચના અને વાંધાની પ્રક્રિયા સપ્ટેમ્બરમાં પૂરી કરી. જાન્યુઆરી 2025માં નગરવિકાસ વિભાગને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. નગરવિકાસ વિભાગે મુંબઈ મહાપાલિકાએ મોકલેલા પ્રસ્તાવને તાજેતરમાં મંજૂરી મળી હોવાની માહિતી મુલુંડના ભાજપ વિધાનસભ્ય મિહિર કોટેચાએ આપી હતી. 110 વર્ષ પહેલાં ઊભા કરવામાં આવેલા ભાયખલાના રાણીબાગ પછી મુલુંડનું આ પક્ષીગૃહ એમએમઆર ક્ષેત્રના પર્યટકોનું આકર્ષણ હશે. પક્ષીપ્રેમીઓ માટે એક ઉત્સવ બનશે. વિદ્યાર્થીઓ, નાગરિકો અને પર્યટકોને મુલુંડના પક્ષી ઉદ્યાનમાં એક નોખો અનુભવ મળશે એમ તેમણે ઉમેર્યું હતું. નગરરચના સંચાલકે ફેબ્રુઆરીમાં આ સંદર્ભનો અહેવાલ આપ્યો છે.
206 દુર્લભ પક્ષીઓ – આ પક્ષી ઉદ્યાનમાં એશિયાઈ, આફ્રિકન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકન પક્ષીના વિભાગ હશે. દરેક પક્ષીની પ્રજાતિનું નિવાસસ્થાન ઊભું કરવામાં આવશે. રેડ બ્રેસ્ટેડ પેરાકીટ, બ્લોસમ હેડેડ પેરાકીટ, સફેદ મોર, મલબાર ગ્રે, કાળા હંસ, બ્લેક મુનિયા, કોકાટુ ગાલાહ, શાહમૃગ, સ્કોલેટ જેવા સમય સાથે લુપ્ત થતા 18 પ્રજાતિના 206 દુર્લભ પક્ષીઓ અહીં જોવા મળશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
