મુલુંડની હોટલમાં ગુજરાતીની મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દેવીદયાલ રોડ વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષના ધીર ઠક્કરે તેની મારપીટ કરનારા તેમજ મુલુન્ડમાં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપનારા આરોપી વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ ૩૦ જુલાઈના ધીર તેના બે મિત્રો સાથે સવારે ૫ વાગ્યે ગૌશાળા પર એક ટપરી પર ચા પીને મિસળ ખાઈ રહ્યો હતો ત્યારે લગભગ ૭ વાગ્યાની આસપાસ ધીરના મિત્રનો મોટો ભાઈ અને તેના મિત્રો પિયૂષ પરમાર અને મિખી જૈન કારમાંથી ઉતર્યા અને મિસળના દુકાનદારને ગાળાગાળી કરીને ત્યાં બેઠેલા બધાને મારશે એવી ધમકી આપીને ધીર પાસે આવ્યો અને તેને ગળામાં હાથ નાખીને ‘તુ ગોવા સે કબ આયા, ઈધર ક્યા કર રહા હૈ, મુલુન્ડ મેં દિખના નહીં, તુઝે પતા હૈ ક્યા, મુલુન્ડ કા ભાઈ કૌન હૈ…” કહીને તેની જમણી આંખ પર અને જબડા પર જોરથી મુક્કો મારતા તેની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી અને ઉપરના તથા નીચેનો અડધો દાંત તૂટીને નીચે પડયો.

ધીરે બચાવવા માટે બૂમો પાડતા સ્ટોલવાળા તથા તેના મિત્રો આગળ આવતા આરોપીએ તેમને લોખંડી ફાયટર કાઢીને ‘આગે આયા તો જાનસે માર ડાલુંગા..’ એવી ધમકી આપતા સ્ટોલવાળા સહિત તમામ લોકો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ આરોપીએ ધીરને પોલીસ કમ્પલેન કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપીને કારમાં બેસીને નીકળી ગયો હતો. ત્યારબાદ ધીરના મિત્રો તેને અગ્રવાલ હોસ્પિટલમાં ઉપચાર માટે લઈ ગયા અને પરિવારજનોના સપોર્ટ બાદ ધીરે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં કહેવાતા ભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
