સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે બોરીવલીના નેશનલ પાર્કમાં પર્યટકો, કુદરતીપ્રેમીઓને સુવિધાઓ પૂરી પાડવા સાથે જ તેમને આકર્ષિત કરવા નવા નવા ઉપક્રમ શરૂ કરવામાં આવે છે.
એના અંતર્ગત સુગંધ બાગ ઉદ્યાનનું વિસ્તરણ કરવામાં આવશે. તેમ જ નવેમ્બરના અંત સુધી આધુનિક સુવિધાઓથી સજ્જ લાયન સફારી સાર્વજનિક રીતે શરૂ કરવામાં આવશે.પર્યટકોનું ખાસ આકર્ષણ મિની ટ્રેન ડિસેમ્બર સુધી શરૂ કરવાની ઉદ્યાન પ્રશાસનની ઈચ્છા છે.
ઉપરાંત ઉદ્યાનમાં ટાઈગર સફારીમાં વધુ એક નર વાઘ લાવવા બાબતે ચંદ્રપુર ઉદ્યાન પ્રશાસન સાથે ચર્ચા ચાલુ છે. નેશનલ પાર્કમાં વિવિધ પુનર્બાંધણી પ્રકલ્પ ચાલુ છે. ઉદ્યાનમાં ઓર્કિડોરિયમ અને વિવિધ પ્રકારના સુગંધી ફૂલઝાડના સમાવેશવાળો સુગંધી બાગનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
એ સાથે જ ગાંધી સ્મૃતિ મંદિરના પુનર્બાંધણીનું કામ પણ ચાલુ છે. એના માટે વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. પર્યટકોને ઉદ્યાનમાં પ્રવેશ માટે લાઈનમાં ઊભા રહેવું ન પડે એ માટે ઓનલાઈન ટિકિટ સુવિધા પણ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.

મુખ્ય પ્રવેશદ્વારથી કાન્હેરી ગુફાઓ સુધી બેટરી પર ચાલતા 10 ઈ-વાહનની ઓક્ટોબરથી શરૂઆત કરવામાં આવી છે. જો કે હવે એકાદ મહિનામાં વધુ 20 ઈ-વાહનનો ઉમેરો થશે. પાર્કમાં અંદર પ્રવાસ સુધારવા માટે કાર્યરત 6 ઈ-બસ સાથે વધુ 9 બસ શરૂ કરવામાં આવશે.
500 સાઈકલ વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ઉદ્યાનનું ખાસ આકર્ષણ મિની ટ્રેનનું નૂતનીકરણ ચાલુ છે. એનું કામ અંતિમ તબક્કામાં છે. ડિસેમ્બરના અંત સુધી પર્યટકો માટે મિની ટ્રેન શરૂ કરવામાં આવશે. આ બધા પ્રકલ્પ ઝડપી પૂરી થાય એ માટે કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તથા ઉત્તર મુંબઈના સંસદસભ્ય પિયુષ ગોયલે સતત ઉદ્યાન પ્રશાસન સાથે બેઠકો લીધી હતી
વધુ એક નર વાઘ: પાર્કમાં લાયન સફારીનું પુનર્નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એમાં પ્રાણીઓ માટે સુધારેલા પાંજરા, પર્યટકોને જોવા માટે આકર્ષક એરિયા અને આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. સાર્વજનિક બાંધકામ વિભાગ તરફથી આ કામ કરવામાં આવે છે.
નવેમ્બરના અંત સુધી લાયન સફારી સાર્વજનિક રીતે ખુલ્લા મૂકવામાં આવશે. તેમ જ ટાઈગર સફારીમાં અત્યારે 10 વાઘ (2 નર, 5 માદા અને 3 બચ્ચા) છે. આ આકર્ષણમાં ઉમેરો કરવા વધુ એક નર વાઘ લાવવા માટે ચંદ્રપુર ઉદ્યાન પ્રશાસન સાથે ચર્ચા ચાલુ છે.
For more details… Contact 9322529232 / 9324483455
