દાદરની એક સ્કૂલમાં ગણિતના શિક્ષકે પાંચ વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ શિક્ષક સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ તેના માતા-પિતાને કરતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. શિક્ષકે એક જ ક્લાસની ચાર અન્ય વિદ્યાર્થિનીઓની પણ આ રીતે સતામણી કરી હોવાનું પૂછપરછમાં સ્પષ્ટ થયું હતું.
આ બાબતે પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે શિક્ષકે છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને અયોગ્ય સ્પર્શ કર્યો હતો અને તેને ખોળામાં બેસવા કહ્યું હતું. આ ઉપરાંત તેને અમુક ફોટા અને વીડિયો પણ બતાવ્યા હતા. ઘરે આવ્યા બાદ વિદ્યાર્થિનીએ તેના માતા-પિતાને આ વાતની જાણ કરી હતી. આ વાતથી ચોંકી ઉઠેલા વિદ્યાર્થિનીના માતા-પિતાએ તરત જ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ભારતીય ન્યાયસંહિતાની વિવિધ કલમો હેઠળ સંબંધિત શિક્ષક સામે ગુનો નોંધ્યો હતો.

આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બાદ જ્યારે સ્કૂલની મુલાકાત લઈ વિગત મેળવવામાં આવી અને અન્ય વિદ્યાર્થિનીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આ વર્ગની અન્ય ચાર વિદ્યાર્થિનીઓ સાથે પણ શિક્ષકે આ રીતે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ પોલીસે સોમવારે શિક્ષકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. શિક્ષકને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ વધુ વિદ્યાર્થિની આવી ફરિયાદ સાથે આગળ આવે તો તરત પોલીસને જાણ કરે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
