મલબાર હિલમાં બેસ્ટની બસ અડફેટે આવી જતાં એક ગુજરાતી વૃદ્ધાનું મોત થયું હતું. પોલીસ દ્વારા રસ્તાની બાજુમાં અનધિકૃત રીતે કાર પાર્ક કરનાર અને બસના ડ્રાઈવરને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઘટના મલબાર હિલમાં મંગળવારે સવારે 8.45 વાગ્યે બની હતી. મલબાર હિલમાં રિજ રોડ પર પ્રકાશ બિલ્ડિંગમાં રહેતાં 75 વર્ષીય નીતા નીતિન શાહ રોજ મુજબ નજીકની ક્લબમાં યોગા ક્લાસમાં હાજરી આપીને પાછાં ઘર તરફ આવતાં હતાં.તેઓ તીનબત્તીની દિશામાં હતાં ત્યારે એશફોર્ડ બિલ્ડિંગના નઈન ગેટ નજીક રિજ રોડ પર સ્કોડા કાર નો પાર્કિંગમાં પાર્ક કરાયેલી હતી.
આ કાર સામે હોવાથી નીતાબહેન રસ્તાની અંદરની બાજુથી જતાં હતાં. તે સમયે સામેથી તીનબત્તી તરફથી પૂર્ણિમા જંકશન દિશામાં જતી બેસ્ટ બસ નં. એમએચ 01 ઈએમ 1162 (બસ ડ્રાઈવર અક્ષય સુર્વે 46 વર્ષ)એ જોરથી ઠોકરક મારતાં નીતાબહેનને હાથ અને પાંસળીમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તેમને સર જેજે હોસ્પિટલમાં દાખલ કરાતાં હોસ્પિટલે દાખલ કરવા પૂર્વે જ તેમનું મોત થયું હોવાનું ઘોષિત કર્યું હતું. આ સંબંધે પોલીસે બસના ડ્રાઈવર અને કારના માલિકને બેદરકારી માટે નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. દરમિયાન પોલીસે જણાવ્યું કે નીતાબહેન અહીં એકલાં રહેતાં હતાં. તેમની સાથે એક કેરટેકર રખાઈ હતી. તેમનો પુત્ર અમેરિકામાં છે, જ્યારે દીકરીનાં લગ્ન થઈ ગયાં હોઈ ત્યાં જ નજીકમાં રહે છે. કુટુંબીઓને જાણ કરી દેવાઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
