મુલુંડમાં ઊર્જા ૫૦૦ મહોત્સવનો ઐતિહસિક, ભવ્ય અને આખાત્મિક આરેજ પદ્મભૂષણ વિભૂષિત પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ રાનવૃંદરસુરીશ્વરજી મહારાજસાહેબ દ્વારા રચાયેલા ૫૦૦ આધ્યાત્મિક પુસ્તકોની દિવ્ય શોભાયાત્રા સાથે થયો. એના દ્વારા જૈન આપ્યાત્મિક સાહિત્યમાં એક અદ્વિતીય અને ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાયો. અહિંસા, સંયમ, તપસ્યા, સાધના અને આત્મજાગૃતિનાં મૂલ્યોને પ્રતિબિંબિત કરતી આ શોભાયાત્રાને ગમЯધિપતિ પરમ પૂજ્ય શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મહારાજસાહેબ તથા સુવિશાલ ગચ્છઋષિપતિ પરમ પૂજ્ય શ્રી રાજૈનસુરીશ્વરજી મહારાજસાહેબની પાવન નિશ્રા પ્રાપ્ત થઈ. એમાં ૧૨૦૦થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ તેમ જ મુંબઈના ૫૦૦થી વધુ જૈન સંઘોનાં શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયાં.

શોભાયાત્રા બાદ રિચર્ડસન ઍન્ડ ક્રુડાસ જમ્બો કેસિલિટી સેન્ટર, મુલુંડ-પશ્ચિમ ખાતે મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું. તેમણે આજના સ્પર્ધાત્મક યુગમાં ૫૦૦ આધ્યાત્મિક પુસ્તકોની રચનાને રાષ્ટ્રસેવા સમાન ગણાવી અને જૈન દર્શનનાં અહિંસા, સંયમ અને સંતુલન જેવાં મુલ્યોની સમયોચિતતા રેખાંક્તિ કરી. મહોત્સવના પ્રથમ દિવસની ભાવનાત્મક સમાપ્તિ ‘સાત શ્વાસનો ઇતિહાસ-શત્રુંજય તીર્થની અનકહી ગાથા’ નામની હૃદયસ્પર્શી ધાર્મિક નાટટ્યપ્રસ્તુતિ સાથે થઈ આગામી પાંચ દિવસ સુધી ચાલનારો ઊર્જા ૫૦૦ મહોત્સવ આધ્યાત્મિક પ્રવચનો ઉપરાંત બાળકો માટે રમત સાથે જ્ઞાન આપતો વિશેષ કિડ્સ ઝોન, ઈમર્સિવ ઝોન, શ્રી આદેશ્વર ભગવાનની પચાસ ફુટ ઊંચી ભવ્ય પ્રતિમા, એક લાખ ચોરસ ફુટ વિસ્તારમાં વ્યાપેલો વિશાળ પ્રવચન-મંડપ, ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પ્રાચીન કલાનું મનોહર પ્રદર્શન, પવિત્ર શત્રુંજય તીર્થ-જય તળેટીની પ્રતિકૃતિ તેમ જ ઐતિહાસિક ‘એકથી ૫૦૦’ પુસ્તકો પ્રદર્શન દ્વારા શ્રદ્ધા, શિસ્ત અને આધ્યાત્મિક જાગૃતિનો સશક્ત સંદેશ આપશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
