મુલુંડમાં રહેતા અને હનુમાન ચોકમાં હરિઓમ ડ્રાયફ્રુટ એન્ડ સ્વીટ્સ તથા હરિઓમ ફૂડ કોર્ટ ધરાવતા વિજય ચોધરી (૩૫)એ તેમની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી પૂજા ભરત ચાવડા (પટેલ) તથા તેના પતિ ભરત ચાવડાએ મળીને રૂા.૫૦ લાખની નાણાંકીય ગેરરીતિ કરી હોવાની કહેવાતી ફરિયાદ નવથર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
૨૬ ફેબ્રુ.ના નોંધાવેલી ફરિયાદ મુજબ ચૌધરીએ ૨૧ નવેમ્બરના પૂજાને હરિઓમ ડ્રાયફુટના બેંકના ખાતામાંથી હરિઓમ ફૂડ કોર્ટના બેંક ખાતામાં રૂા.૫૦ હજાર ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું પરંતુ પૂજાએ તે રકમ ટ્રાન્સફર કરી નહીં. રકમ જમા ન થતાં ચૌધરી અને તેમના મેનેજરે ડ્રાયફ્રુટ શોપના બેંક ખાતાની તપાસણી હાથ ધરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

આ ખાતામાંથી જે શોપના વેન્ડર નહોતા તેવા હરદીપ સિંગ નામના વ્યક્તિના ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ હોવાનું જોવા મળ્યું હતું. પૂજાએ બોગસ વેન્ડરોના નામ ઉમેરીને દુકાનના બેંક ખાતાઓમાંથી ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રકમ પોતાના અને પતિ ભરતના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. તપાસમાં ૧૮ મે ૨૦૨૪થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન રૂા.૫૦ લાખનો ગોટાળો થયો હોવાનું જાણવા મળ્યું હતું. ચોધરીએ પૂજાને પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપતા તેણે આર્થિક મુશ્કેલીના કારણે ગેરરીતિ આચરી હોવાનું કબૂલ કર્યું હતું. નવઘર પોલીસે ચીટર પતિ-પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
