થાણેના શિળ વિસ્તારમાં રવિવારે પાણીની ખુલ્લી ટાંકીમાં પડેલા શિયાળને બચાવી લેવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે વનવિભાગના અધિકારીઓએે અગ્નિશમન દળના જવાનો સાથે મળીને બપોરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જે એક કલાક ચાલ્યું હતું.
કલ્યાણ-શિલફાટા રોડ પર મુક્તાઇ રેસિડેન્સી નજીક પાણીની ટાંકીમાં શિયાળ પડી ગયું હતું. ટાંકીની મર્યાદિત જગ્યાને કારણે બચાવકાર્યમાં મુશ્કેલી આવી રહી હતી.જોકે અગ્નિશમન દળના જવાનો અને વનવિભાગના અધિકારીઓએ એક કલાક બાદ શિયાળને ટાંકીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યું હતું.

શિયાળને જંગલમાં છોડતા પહેલા તપાસ માટે વનવિભાગના અધિકારીઓ તેને પોતાની સાથે લઇ ગયા હતા, એમ તડવીએ જણાવ્યું હતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
