કાંદિવલી પૂર્વમાં શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના 525 વર્ષીતપના તપસ્વીઓના પારણા સંપન્ન થયા છે. પૂજ્ય ગચ્છાધિપતી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ અને આચાર્ય મુક્તિવલ્લભસૂરીશ્વરજીની કૃપાથી આ કાર્યક્રમ યોજાયો હતો.
સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેંદી સાંજી, ઋષભ સંધ્યા, સામૂહિક પૂંજણું, ચંદન વિલેપન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં વિધાનસભ્ય અતુલ ભાતખલકર, પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી, વિધાનસભ્ય મનીષાતાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

એક લાખ સ્ક્વેર ફૂટના મેદાનમાં વિશાળ શામિયાણો ઊભો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લગભગ 50,000 લોકોએ હાજરી આપી હતી. મહેમાનો માટે શેરડીના રસની વ્યવસ્થા કરવામાં આવી હતી. પવાર સ્કૂલના મેદાનમાં જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સંઘમાં 400 દિવસ સુધી 525 સામૂહિક બેસણા કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ પૂજ્ય વીતરાગવલ્લભ વિજયજી મહારાજ મલાડ વેસ્ટ સ્થિત જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસરે ઉપધાનના મંડાણ માટે પધાર્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
