ઘટનાની વિગત મુજબ ૨ એપ્રિલના અમરનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ જાહેર રસ્તા પર બૂમાબૂમ કરીને હોબાળો મચાવનાર જિતેન્દ્રકુમારને મુલુન્ડ પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જોકે જિતેન્દ્ર પોલીસ સ્ટેશનમાં પણ રાડારાડ કરીને હંગામો મચાવી રહ્યો હતો, તેથી સંતોષ ભાલેકરે તેને સમજાવવાનો પ્રયાસ કરતાં જિતેન્દ્ર એકદમ તેમના પર ધસી ગયો હતો અને સંતોષે તેને રોકવાનો પ્રયત્ન કરતાં ઉશ્કેરાયેલા જિતેન્દ્રએ તેમન ડાબા કાંડા પર જોરથી બચકું ભરી લીધું હતું, જેને કારણે સંતોષના હાથ પરથી લોહી વહેવા માંડયું હતું. ત્યારબાદ સંતોષે તબીબી સારવાર લઈને આરોપી જિતેન્દ્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
