મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ અને ઈવીએમ વિશે ખોટાં નિવેદનો કરવા સંબંધે બીડ પોલીસે બરતરફ પીએસઆઈ રણજિત કાસલે વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કર્યો છે. બીડના મસ્સાજોગના સરપંચની હત્યામાં ધરપકડ કરાયેલા માજી મંત્રી ધનંજય મુંડેના રાઈટ હેન્ડ વાલ્મિક કાસલેને ઉડાવવા માટે પોતાને કોન્ટ્રાક્ટ અપાયો હતો એવો અગાઉ દાવો કરવા માટે કાસલે વિરુદ્ધ અગાઉ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.હવે ચૂંટણી અધિકારીએ બીજી ફરિયાદ દાખલ કરી છે. ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પછી બીજના પરળી વિધાનસભા મતવિસ્તારમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ), વીવીપેટ અને કંટ્રોલ યુનિટ્સ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા રખાયાં હતાં, એમ પણ ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ કર્યું છે.18 એપ્રિલે ચૂંટણી અધિકારીના હાથમાં એક વિડિયો લાગ્યો હતો, જેમાં કાસલેએ એવો દાવો કર્યો હતો કે વિધાનસભાની ચૂંટણીઓમાં ઈવીએમથી દૂર કરવા અને જો આ યંત્રમાં કોઈ ચેડાં જણાય તો શાંત રહેવા માટે મને રૂ. 10 લાખ ચૂકવવામાં આવ્યા હતા.

આ વિડિયોમાં કાસલેએ એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણીઓ આ રીતે જીતવામાં આવી હતી. તેમનું નિશાન દેખીતી રીતે જ મહાયુતિ પર અને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર હતું. કાયદાની સમજ હોવા છતાં કાસલેએ આવા નિવેદન કરીને ચૂંટણી પંચની બદનક્ષી કરી છે, જેને લઈ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.બીડમાં પરળી સિટી પોલીસે શનિવારે ખોટું નિવેદન આપવું, કાનૂની સૂચનાઓનો જાણીબૂજીને અનાદર કરવો અને ગેરમાર્ગે દોરતી માહિતી પ્રસિદ્ધ કરવા માટે કાસલે વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
