સશસ્ત્રો દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પર વાંધાજનક સોશિયલ મિડિયા સ્ટેટસ મૂકનારી માલવણીની મહિલા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 40 વર્ષીય આ મહિલા બ્યુટી પાર્લર ચલાવે છે. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેને નોટિસ ફટકારવામાં આવી છે, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.સરકાર જ્યારે અવિચારી નિર્ણયો લે છે ત્યારે બંને તરફના નિર્દોષ લોકોએ કિંમત ચૂકવવી પડે છે અને સત્તામાં હોય તેમણે નહીં, એમ મહિલાએ વ્હોટ્સએપ સ્ટેટસ પર મૂકીને ઓપરેશન સિંદૂરને રદિયો આપીને એક અપશબ્દ ઉમેર્યો હતો.
ભારતીય સશસ્ત્ર દળોએ ભારત પર આતંકવાદી હુમલાનું કાવતરું જ્યાંથી ઘડાયું અને તેને અંજામ આપવામાં આવ્યો તે પાકિસ્તાન અને પાક. વ્યાપ્ત કાશ્મીરમાં આતંકવાદીઓનાં ઠેકાણાંઓનો 7 અને 8 મેની વચ્ચેની મધરાત્રે જવાબી હવાઈ હુમલો કરીને નાશ કર્યો હતો.

વિવાદાસ્પદ પોસ્ટર વહેંચનારને માર મરાયો : દરમિયાન રવિવારે પુણેના કર્વેનગર વિસ્તારમાં કેટલાક યુવાનો હમાસના સમર્થનમાં પોસ્ટર વહેંચી રહ્યા હતા. સ્થાનિક નાગરિકોને આ વાતની જાણ થતાં જ તેમણે યુવાનોનો વિરોધ કર્યો. ત્યાર બાદ ટોળાએ તે યુવકને ખૂબ માર માર્યો. ઉપરાંત, તેનો વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે સમયસર હસ્તક્ષેપ કર્યો અને સંબંધિત યુવાનોની અટકાયત કરી. તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
