મુલુંડમાં આવેલા એક રિઅલ એસ્ટેટ પ્રોજેકટ મામલે ભાગીદારો વચ્ચે નાણાંકીય ગેરરિતીનો ગંભીર આક્ષેપ પ્રકાશમાં આવ્યો છે. નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર નવી મુંબઈના વાશી વિસ્તારમાં રહેતા બિલ્ડર સામે કરોડોની આર્થિક ગેરરિતી આચરી હોવાનું જણાવ્યું છે.
ફરિયાદ મુજબ વર્ષ ૨૦૧૧માં ‘એક કન્સ્ટ્રકશન’ નામે ભાગીદારી ફર્મ શરૂ થઈ હતી. ૨૦૧૪માં મુલુંડ (ઈ.)માં પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં અને ૨૦૨૦ દરમ્યાન પ્રોજેકટના ત્રણ ફલેટની જાધવ પરિવારના સભ્યો રાજુ પ્રવિણ અને રાણીના નામે નોંધણી કરવામાં આવી હતી. જેની કુલ નક્કી કરેલી કિંમત રૂ. ૩.૯૬ કરોડ જેટલી હતી. તેમ છતાં કંપનીના ખાતામાં માત્ર રૂા.૩૧.૩૨ લાખ જ જમા કરાયા હતા.

આક્ષેપ છે કે બાકી રહેલી રકમ રૂા. ૨.૫૫ કરોડ રોકડમાં લઈને કંપનીના ખાતામાં જમા કરવામાં આવી નહોતી અને ભાગીદારોએ આ રકમનો અપ્રામાણિકપણે દુરુપયોગ કર્યો હોવાનું કહેવાય છે. તેથી ડેવલપરે ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નવઘર પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
