મુલુંડ (ઈ.)માં શાંતિ સદન બિલ્ડીંગમાં આવેલી એક રૂમમાંથી સવારના ભાગમાં અજાણ્યા ચોરટાએ ત્રણ મોબાઈલ ફોન ચોરી લીધા હોવાની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી સંભુ સાહ તેના મિત્રો ઈસ્તિયાક અલી અને રતનરાવ સાથે દસ વર્ષથી અત્રે રહે છે. અને તેઓ સત્કાર સ્વીટ શોપમાં કામ કરે છે.

૩ ફેબ્રુઆરીના સવારે સંભુ બહાર ગયો હતો ત્યારે તેણે દરવાજો અમસ્તો અટકાવ્યો હતો. અને પરત ફરીને બાથરૂમમાં જવા સમયે તેણે તેમના ઘરમાંથી અજાણ્યો ચોરટો રૂા.૨૨ હજારની કિંમતના ત્રણ ફોન લઈને નાસતો દેખાયો તેથી શંભુએ ચોર ચોરની બૂમો પાડી પરંતુ ચોરટો ફોન સાથે નાસી છુટયો હતો. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ આરંભી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
