ભાંડુપ-વેસ્ટમાં આવેલા ખિંડીપાડાના ડક્લાઇન રોડ પર આવેલી કપડાની એક દુકાનમાં સોમવારે બપોરે આગ લાગી હતી. ત્રણ માળના આ બિલ્ડિંગના બીજા માળે આવેલી ઑલ ફિટ ગાર્મેન્ટ નામની દુકાનમાં બપોરે ૧.૩૮ વાગ્યે અચાનક આગ ફાટી નીકળતાં તાત્કાલિક ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મુંબઈ ફાયર-બ્રિગેડે આ આગને લેવલ-૧ની આગ હોવાનું ગણાવીને ટૂંક સમયમાં જ બુઝાવી દીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ લાગવાનાં કારણ ઉપરાંત બિલ્ડિંગમાં ફાયર-સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં એની તપાસ પણ પોલીસે હાથ ધરી છે.

For more details… Contact 9322529232 / 9324483455
