થાણેના કાપુરબાવડી નજીક રહેતા ૩૭ વર્ષના કેવલ લિમ્બાચિયાની શનિવારે રાતે બે અજાણ્યા ચોરો ચેઈન ખેંચીને નાસી ગયા હોવાની ફરિયાદ રવિવારે સવારે ચીતલસર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. કેવલભાઈ પત્ની સાથે થાણેના પવારનગર વિસ્તારમાં આવેલા સાઇકલટ્રેક પર નાઇટ—વૉક કરી રહ્યા હતા એ સમયે પાછળથી બે લોકો ચેઈન છીનવી નાસી ગયા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કેવલભાઈના ગળામાં પણ ઈજા થઈ હતી.

મારા ગળામાં ચેઈન છીનવીને નાસી જનાર વ્યક્તિના નખ લાગ્યા હતા એમ જણાવતાં કેવલ લિમ્બાચિયાએ કહ્યું હતું કે ‘‘હું શનિવારે મારી પત્ની સાથે નાઇટ-વૉક કરી રહ્યો હતો એ સમયે બે લોકો મોટરસાઇકલ પર ધીરે-ધીરે મારી નજીક આવ્યા હતા. એ દરમ્યાન મોટરસાઇલ પર પાછળ બેસેલા એક યુવાને મારા ગળામાં હાથ નાખી મારી ચેઈન છીનવીને ભાગી ગયા હતા. આ ઘટનામાં મારી આશરે એક તોલાની ચેઈન અને પેન્ડન્ટની ચોરી થઈ હોવાની ફરિયાદ મેં પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
