
ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર કાર અને બાઈકની ટક્કર બાદ રોડ રેજની ઘટના બનતા બાઈક ચાલકે કાર ચાલક પર ચાકુ વડે હુમલો કરતા તેની હત્યા કરી હતી. આ ઘટનાથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના, ઘાટકોપર નજીક ઈસ્ટર્ન એકસપ્રેસવેપર ગઈ કાલે સાંજે છ વાગ્યાની આસપાસ બની હતી.આ રોડ રેજની ઘટનામાં ઝીશાન શેખનું મોત નીપજ્યું હતું.

ઘટના મુજબ, ઝીશાન અને તેનો મિત્ર કારમાં સવાર થઈને ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પરથી કુર્લા તરફ જઈ રહ્યા હતા. આ સમયે ઘાટકોપર નજીક સ્કૂટી ચાલકે કારને ટક્કર મારી હતી. આથી ટુવ્હીલર ચાલક અનેકારચાલક બંને વચ્ચે વિવાદ સર્જાયોહતો. જેથોડી જવારમાં ઝઘડામાં પરિણમ્યો હતો. આ દરમિયાન બાઈક ચાલકે સ્કૂટીમાંથી ચાકુ કાઢી હતી અને ઝીશાન પર ચાકુ વડે હુમલો કરતા છાતીમાં ઊંડા ઘા માર્યા હતા.
જેના કારણે ઝીશાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બાદ બાદ સ્કૂટી સ્કૂટી ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

