થાણેમાં પૂરઝડપે દોડતી કારે અડફેટે લેતાં સાઈકલિંગ કરી રહેલા 42 વર્ષીય વેપારીનું મોત થયું હતું. કાર 17 વર્ષનો કિશોર ચલાવતો હતો, એમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.મંગળવારે રાત્રે 8.00 વાગ્યે કલ્યાણ રિંગ રોડના અધૂરા પટ્ટા ઘટના આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પછી કિશોર ઘટનાસ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.
પોલીસે સઘન તપાસ કરીને બુધવારે તેને ઝડપી લીધો હતો. પીડિત શ્રીનિવાસ તાંડલે ઘણા બધા ગારમેન્ટના સ્ટોર ચલાવે છે. ફિટનેસ માટે તેણે સાઈકલિંગ શરૂ કર્યું હતું. સાઈકલિંગ શરૂ કરવાના પહેલા દિવસે જ તેને કારે અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. તે સાઈકલ ચલાવતો હતો ત્યારે કારે તેને એટલા જોરથી અડફેટે લીધો કે તે હવામાં ઊછળ્યો હતો અને નીચે પટકાયો હતો, જેમાં ગંભીર ઈજાઓને કારણે તેનું મોત થયું હતું. આ ઘટના પછી કિશોર ત્યાંથી ભાગી ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

આ બાજુ વેપારીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ તેને તપાસીને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી કારને ઓળખી કાઢી હતી. કલ્યાણમાં કિશોર જ્યાં રહેતો હતો તે ઈમારતના પાર્કિંગ લોટમાંથી હાનિગ્રસ્ત હાલતમાં કાર મળી આવી હતી. આ સાથે કિશોરને પણ પોલીસે અટકાયતમાં લીધો હતો.
કિશોર વિરુદ્દ ભારતીય ન્યાય સંહિતાની અને મોટર વેહિકલ્સ એક્ટની સુસંગત કલમો હેઠળ પૂરપાટ અને બેદરકારીથી વાહન હંકારવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.સ્થાનિકોએ આ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કલ્યાણ રિંગ રોડનો બારાવે- વડવલી પટ્ટો સ્ટંટ્સ અને સ્પીડિંગ માટે અડ્ડો બની ગયો છે એમ કહીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. 21 ફેબ્રુઆરીએ આવા જ અકસ્માત કેસમાં 50 વર્ષનો શખસને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા આ જગ્યામાં તુરંત બેરિકેડ્સ ગોઠવવા અને રસ્તાનું બાકી કામ તુરંત પૂર્ણ કરવાની માગણી કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
