રાજ્ય સરકારે આ હાઈવે પર વધુ ચાર લેન વધારવાનો નિર્ણય લીધો છે. અત્યારના છ લેનવાળા હાઈવેને વધુ ચાર લેન મળતા આ 95 કિલોમીટરનો એક્સપ્રેસ વે 10 લેનનો થશે. એના લીધે ટ્રાફિકજામ મોટા પ્રમાણમાં ઓછો થશે અને પ્રવાસીઓની હેરાનગતિ નોંધપાત્ર રીતે ઓછી થશે.એમએસઆરડીસીના અધિકારીએ આપેલી માહિતી અનુસાર આ પ્રકલ્પનો વિગતવાર અહેવાલ તૈયાર છે અને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવાની તૈયારી ચાલુ છે. સરકાર તરફથી મંજૂરી મળતા જ ટેંડર પ્રક્રિયા શરૂ થશે અને એ પછી ચાર નવી લેન વધારવાનું કામ 2030 સુધી પૂરું થશે.
આ પ્રકલ્પનો કુલ અંદાજિત ખર્ચ 14 હજાર 260 કરોડ રૂપિયા છે. એમાંથી 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને બાકીનો એમએસઆરડીસી કરશે. રાજ્ય સરકાર તરફથી આ પ્રકલ્પને ગ્રીન સિગ્નલ મળ્યા પછી એક્સપ્રેસ વે પર ટોલ વસૂલીની મુદત 30 એપ્રિલ 2045 પછી પણ વધારવામાં આવશે.
મિસિંગ લિન્ક પ્રકલ્પ પણ પૂર્ણ થવાને આરે
દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અનેક વર્ષથી પ્રતિક્ષિત મિસિંગ લિન્ક પ્રકલ્પ પૂરો થવામાં છે. આગામી વર્ષની શરૂઆતમાં એનું ઉદઘાટન થાય એવી શક્યતા છે. આ રોડ શરૂ થતા વાહનચાલકો માટે પ્રવાસ વધુ સહેલો, ઝડપી અને સુરક્ષિત થશે. 13.3 કિમી લાંબો આ નવો રોડ ખંડાલા અને લોનાવલા ઘાટમાં ટ્રાફિકજામ ઓછો કરશે. અત્યારે ખપોલીથી સિંહગડ ઈન્સ્ટિટ્યૂટ દરમિયાન વાહનોને લગભગ 19 કિમી રસ્તો ઘાટમાંથી પસાર કરવો પડે છે. આ રોડ પર વારંવાર થતો ટ્રાફિકજામ, વાહનમાં ખરાબી અને ભૂસ્ખલનથી પ્રવાસ ધીમો પડે છે. મિસિંગ લિન્ક શરૂ થતા મુંબઈ-પુણે એક્સપ્રેસ વેનો સમય ઓછામાં ઓછા 30 મિનિટ જેટલો ઓછો થશે.

For more details… Contact 9322529232 / 9324483455
