તજમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપુર માત્રામાં હોય છે. તજનો પાવડર જો દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો તેનાથી શરીરને કેવા લાભ થાય છે આજે તમને જણાવીએ.
તજ એવો મસાલો છે જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ઘરમાં જ્યારે પણ કોઈ ખાસ વાનગી બને છે તો ગરમ મસાલો અને ઉપયોગ થાય છે અને તેમાં તજ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તજ પાવડરને દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો શરીરને કેવા ફાયદા થાય છે ? તજમાં રહેલા પોષક તત્વ આપણા પાચનથી લઈને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. આ સિવાય ઘણી સમસ્યા એવી છે જેને તજ અને દૂધનું કોમ્બિનેશન દૂર કરી શકે છે. તો ચાલો જાણીએ તજવાળું દૂધ પીવાથી થતા ફાયદા વિશે.
પાચન સુધરશે
તજમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે આપણા પાચનને મજબૂત બનાવવાનું કામ કરે છે. હોય છે જે ગેસ એસીડીટી અને બ્લોટીંગ જેવી સમસ્યાથી રાહત અપાવી શકે છે.

સારી ઊંઘ આવે
તજમાં મેગ્નેશિયમ હોય છે જે સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ દૂધમાં રહેલા એમિનો એસિડ શરીરમાં સેરેટોનીનનું પ્રોડક્શન વધારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. રોજ સુતા પહેલા દૂધમાં તજ પાઉડર ઉમેરીને પીવાથી સારી ઊંઘ આવે છે.
હાર્ટ રહેશે હેલ્ધી
તજનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તજથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. તજ દૂધ સાથે લેવાથી હૃદય રોગનું જોખમ પણ ઓછું થઈ શકે છે.

વજન ઘટશે
તજ મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે જે કેલેરી ઝડપથી બાળવામાં પણ મદદ કરે છે જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો સુતા પહેલા તજ વાળું દૂધ પીવું તેનાથી તમને ફાયદા થઈ શકે છે. તજ પાવડરવાળુ દૂધ પીવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને ઓવર ઈટિંગથી બચી શકાય છે.
For more details… Contact 9322529232 / 9324483455
