જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થઈ જાય તો આ તકલીફ જીવનભર રહે છે. આ સ્થિતિમાં યોગની મદદ લઈ શકો છો. આજે તમને એવા આસન વિશે જણાવીએ જે ડાયાબિટીસના પેશન્ટને ફાયદો કરી શકે છે.
ડાયાબિટીસ એવી બીમારી છે જેમાં લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધી જાય છે. શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનતું નથી. તેવામાં શારીરિક સમસ્યાઓ ડાયાબિટીસના દર્દીઓને પરેશાન કરે છે. યોગ પદ્ધતિમાં એવા આસન છે જે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ દવાઓની સાથે આ યોગને પણ દિનચર્યામાં સામેલ કરવા જોઈએ. આયોગ ડાયાબિટીસની પ્રાકૃતિક દવા સાબિત થઈ શકે છે.
આયુષ વિભાગ અનુસાર યોગ બ્લડ સુગર કંટ્રોલ કરે છે અને સ્ટ્રેસ ઓછો કરવામાં પણ મદદ કરે છે. તેનાથી ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધે છે. ડાયાબિટીસ હોય તે લોકો રોજ 20 થી 30 મિનિટ યોગ કરે તો તેમને ફાયદો ચોક્કસથી જોવા મળે છે.
ડાયાબિટીસમાં નિયમિત યોગ કરવાથી બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે સાથે જ શરીર પણ એક્ટિવ રહે છે અને તકલીફો ઓછી થવા લાગે છે. આજે તમને એવા આસન વિશે જણાવીએ જેને કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થઇ શકે છે. આ આસન એવા છે જેને એકવાર શીખ્યા પછી તમે ઘરે પણ સરળતાથી કરી શકો છો. આ આસનનો અભ્યાસ સવારે ખાલી પેટ કરવા જોઈએ.

મંડૂકાસન
મંડૂકાસન પૈનક્રિયાઝને સક્રિયા કરે છે. તેનાથી ઈંસુલિનનું ઉત્પાદન વધે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેના માટે ઘુંટણવાળીને બેસવું અને મુઠ્ઠી વાળી નાભિ પર પ્રેશર આવે તે રીતે આગળ ઝુકવું.
ધનુરાસન
ધનુરાસનમાં પેટના બળે સુઈ જવું અને પગને હાથથી પકડી ધનુષની જેમ શરીરને ઉપર ઉઠાવો. આ આસન પાચન શક્તિ સુધારે છે અને બ્લડ શુગરને સ્થિર રાખે છે. તેનાથી પેટની ચરબી પણ ઓછી થાય છે.
પશ્ચિમોત્તાનાસન
પશ્ચિમોત્તાનાસનમાં જમીન પર બેસી પગ સીધા રાખો અને આગળ ઝુકી હાથથી પગના આંગળા સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. તેનાથી મન શાંત થાય છે, સ્ટ્રેસ દુર થાય છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
કપાલભાતિ
કપાલભાતિમાં ઝડપથી શ્વાસ છોડવા અને લેવાનો હોય છે. તેની સાથે પેટને પણ અંદર અને બહાર કરો. તેનાથી પેટની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે.

હલાસન
હલાસનમાં સીધા સુઈ જવું અને પગને ઉઠાવી માથાની પાછળ લઈ જવા. તેનાથી હોર્મોન્સ સંતુલિત રહે છે. અને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.
For more details… Contact 9322529232 / 9324483455
