વિલંબિત રેલવે પ્રકલ્પ હવે પૂરો થવાના અંતિમ તબક્કામાં છે. પશ્ચિમ રેલવેમાં ઉપનગરીય ટ્રેન અને લાંબા અંતરની ટ્રેન માટે સ્વતંત્ર રેલવેલાઈન તૈયાર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. કાંદિવલી સુધી પહોંચેલી છઠ્ઠી લાઈનમાં બોરીવલી સુધી પાટા બિછાવવાનું કામ પૂરું થયું છે. અંતિમ તબક્કામાં સિગ્નલ જોડાણ, સિગ્નલ અને ઓવરહેડ વાયર સંબંધી કામ શરૂ કરવામાં આવ્યા છે. નવા વર્ષમાં આ કામ પૂરું કરવાનું પશ્ચિમ રેલવેનું નિયોજન છે. એના લીધે લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેન વધુ સ્પીડમાં દોડી શકશે.
મુંબઈ ઉપનગરીય ટ્રેન માટે ચર્ચગેટથી વિરાર દરમિયાન ચાર લાઈન છે. એના પરથી અપ-ડાઉન સ્લો અને ફાસ્ટ ટ્રેન દોડે છે. મુંબઈ સેંટ્રલ અને બોરીવલી દરમિયાન પાંચમી લાઈન છે. અત્યારે એના પરથી અપ અને ડાઉન મેલ-એક્સપ્રેસ ટ્રેન દોડે છે. બાન્દરા ટર્મિનસથી કાંદિવલી દરમિયાન છઠ્ઠી લાઈન છે. ટર્મિનસથી આવવા અને જવા આ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે.

કાંદિવલીથી બોરીવલી દરમિયાન 3.7 કિલોમીટર લાંબી છઠ્ઠી લાઈન પર પાટા બિછાવવાનું કામ પૂરું થયું છે. અત્યારે વપરાતા પાટા સાથે નવા પાટા જોડવાનું કામ ચાલુ છે. એ સાથે જ સિગ્નલ અને ઓવરહેડ વાયર સંબંધી મિકેનિકલ કામ પણ કરવામાં આવશે. એના માટે પરવાનગી મળી ગઈ છે. ડિસેમ્બર મહિનામાં કેટલાક મોટા બ્લોક લેવાનું નિયોજન છે. બ્લોકનું નિયોજન પૂરું થયા પછી મેગાબ્લોકનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવશે એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
ગોરેગાવ સુધી છઠ્ઠી લાઈન નવેમ્બર 2022 સુધી પૂરી કરવામાં આવી હતી. એ પછી એકાદ વર્ષની પ્રતિક્ષા બાદ એટલે કે ઓક્ટોબર 2023માં કાંદિવલી સુધી વિસ્તરણ કરવામાં આવ્યું. પછી કાંદિવલીથી બોરીવલી દરમિયાન 3.7 કિલોમીટર લાંબી છઠ્ઠી લાઈન બિછાવવાનું કામ હાથમાં લેવામાં આવ્યું.
અડચણોની ભરમાર છઠ્ઠી લાઈનનું કામ પૂરું થવામાં છે ત્યારે મુંબઈ સેંટ્રલથી ખાર દરમિયાન અતિક્રમણના કારણે અડચણો યથાવત છે. અતિક્રમણના લીધે માહિમથી ખાર દરમિયાન પાંચમી લાઈન બિછાવવાનું શક્ય થયું નથી. પશ્ચિમ રેલવેએ 1993માં મુંબઈ સેંટ્રલથી માહિમ દરમિયાન અને 2002માં સાંતાક્રુઝથી બોરીવલી દરમિયાન પાંચમી લાઈન શરૂ કરી હતી. જો કે રેલવેની જગ્યામાં અનધિકૃત અતિક્રમણ અને રાજકીય વોટબેન્કના કારણોસર પાંચમી લાઈન અખંડિતપણે બિછાવી શકાઈ નહોતી.

For more details… Contact 9322529232 / 9324483455
