ફેટી લિવર તમારા લિવરને સંપૂર્ણ રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તમે ઘણી ગંભીર બીમારીનો શિકાર બની શકો છો. તેવામાં સમય રહેતાં ફેટી લિવરના લક્ષણોને ઓળખવા જરૂરી છે.
આજની બદલાતી જીવનશૈલીને કારણે ફેટી લિવરની સમસ્યા ઝડપથી વધી રહી છે. તેની પાછળ એક મોટું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાનપાન છે. ખરાબ ખાનપાનને કારણે લિવર સેલ્સમાં ગંદકી અને ફેટ જમા થવા લાગે છે, જેનાથી લોકો ફેટી લિવરનો શિકાર બની જાય છે. તેથી સમય પર આ લક્ષણોની ઓળખ કરવી જરૂરી છે. આવો જાણીએ ફેટી લિવર થવા પર આપણું શરીર કયાં સંકેત આપે છે.

ફેટી લિવરના લક્ષણ
પગ અને ઘૂંટીમાં સોજો અને દુખાવો: પગ અને ઘૂંટીમાં સોજો એ ફેટી લિવરનું એક સામાન્ય લક્ષણ છે, જે શરીરમાં પ્રવાહી રીટેન્શનને કારણે થાય છે. આ ત્યારે થાય છે જ્યારે લિવર પૂરતું પ્રોટીન ઉત્પન્ન કરતું નથી, જેના કારણે રક્ત વાહિનીઓમાંથી પ્રવાહી લીક થાય છે અને પેશીઓમાં એકઠા થાય છે. આ લક્ષણ અન્ય ગંભીર લક્ષણો સાથે હોઈ શકે છે, જેમ કે ત્વચા પીળી પડવી, પેટમાં સોજો આવવો અને મૂંઝવણ.
પેટના ઉપરના જમણા ભાગમાં દુખાવો: ફેટી લિવરમાં મુખ્ય રૂપથી પેટના ઉપરના જમણા ભાગમાં દુખાવો થાય છે, જે પાંસળીઓની નીચે અનુભવ થાય છે. જ્યારે ફેટી લિવરની સમસ્યા થાય છે તો શરીર માટે ટોક્સિક પદાર્થને તોડવા મુશ્કેલ થઈ જાય છે. તેવામાં લિવરમાં દુખાવો વધે છે અને પાંસળીઓમાં તેનો અનુભવ થઈ શકે છે.
સ્કિનમાં ખંજવાળઃ જો લિવરની બીમારી થઈ રહી છે તો આખા શરીરમાં ખંજવાળની સમસ્યા થઈ શકે છે. તેવામાં સ્કિનમાં જ્યાં-ત્યાં ખંજવાળ આવવા લાગે છે, જે સમયની સાથે ઘટતી નથી. આ સ્થિતિને નજરઅંદાજ ન કરો અને ડોક્ટરનો સંપર્ક કરો.

નબળાઈ અને વજનમાં ઘટાડોઃ લિવરની બીમારીમાં લિવર ફંક્શન ખરાબ થવાથી પેટનું કામકાજ પ્રભાવિત રહે છે, તેથી શરીરમાં પોષક તત્વોનું અવશોષણ સારી રીતે થતું નથી. આ સ્થિતિમાં તમારૂ વજન ઝડપથી ઘટવા લાગે છે. જો તમે સતત પાતળા થઈ રહ્યાં છો, નબળાઈ રહે છે અને તેની પાછળ કોઈ ખાસ કારણ જાણવા મળી રહ્યું નથી તો ડોક્ટરને દેખાડો. આ ફેટી લિવરનું લક્ષણ હોઈ શકે છે.
For more details… Contact 9322529232 / 9324483455
