કચ્છી લોહાણા ગામ તલવાણા હાલે ડોમ્બિવલી, સ્વ. ગોવર્ધનદાસ કરસનદાસ રૂખાણાના પત્ની ગં.સ્વ. કલાવતીબેન (ઉં.વ. ૮૩) તા. ૧૦-૧૧-૨૫ સોમવારના રામશરણ પામેલ છે. તે સ્વ. જમનાબાઈ કેશવજી ભગદે ગામ કોઠારા વાલાના પુત્રી. તે જુગલ, રીટાના માતૃશ્રી. તે સ્વ. હર્ષાબેન, શ્રી ભરતભાઈના સાસુ. તે નિધિ, દીપ, ભક્તિ હાર્દિક ભીડના દાદી નાની. તે શંકરભાઈ, સ્વ. સાકરબેન, સ્વ. રાધાબેન, પુષ્પાબેનના બેન. બંને પક્ષની પ્રાર્થના સભા ગુરુવાર, તા. ૧૩-૧૧-૨૫ના સાંજે ૫.૩૦ થી ૭ રાખેલ છે. સ્થળઃ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, રામરતન ત્રિવેદી રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, મુલુંડ વેસ્ટ. લૌકિક વહેવાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન – ઉમરાળા નિવાસી, હાલ મુલુંડ-મુંબઈ સ્વ. વનરાવનદાસ નાગરદાસ શાહના પુત્ર. મહેન્દ્રભાઈ – (ઉ.વ. ૭૫) તે મીનાબેનના પતિ. રાજીવ તથા દર્શકના પિતાશ્રી. સ્વ. શશીકાંતભાઈ અને સ્વ. નિરુબેન પ્રમોદરાય ટોલિયાના ભાઈ. અ.સૌ. દર્શના અને પિનલના સસરાજી. શ્વસુર પક્ષે મનસુખલાલ જાદવજી બદડૂકનાં જમાઈ. સોમવાર, તા. ૧૦-૧૧-૨૫નાં અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાનઃ મહેન્દ્ર વી. શાહ, ૪૦૫/આશીર્વાદ કો.ઓ.હા.સોસાયટી, પરશોત્તમ ખેરાજ – રોડ, કેશવ પાડા, મુલુંડ (વે).

કચ્છી લોહાણા કચ્છ ગામ મસ્કાવાળા હાલે મુલુંડ, સ્વ. રામાબાઈ ચત્રભુજ ગોવિંદજી કતિરાના પુત્ર વિજયસિંહના પત્ની જ્યોત્સનાબેન (ઉં.વ. ૭૬) તે નીતા રાજુભાઈ ભાનુશાલી અને ભૂમિ ચંદ્રેશ કતીરાના માતુશ્રી. તે કચ્છ ગામ વાંકી પત્રીના હાલે મુલુંડવાળા સ્વ. ભાગીરથી મંગળદાસ ચોથાણીના પુત્રી. તે રિયાના દાદીમા. તે સ્વ. પ્રતાપસિંહ, ભુપેન્દ્રભાઈ, મહેશભાઈ, સ્વ. સરસ્વતીબેન, સ્વ. લીલાવતીબેન, સ્વ. કસ્તુરબેન, સ્વ. લતાબેન અને પુષ્પાબેનના ભાભી મંગળવાર, તા. ૧૧-૧૧-૨૫ના શ્રીરામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રાખી નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
બાડાના શ્રી ગોવિંદજી કેશવજી ગડા (ઉ.વ. ૮૬) તા. ૧૧-૧૧-૨૫ના અવસાન પામેલ છે. વેલબાઈ કેશવજી ઉમરશી ગડાના પુત્ર કસ્તુરબેનના પતિ. કેતન, છાયા, પિયુષના પિતા. રતનશી, ધનજી, લાયજા પાનબાઈ માણેકલાલ, કસ્તુરબેન કલ્યાણજી, ગોધરા અમૃતબેન રતનશી, બાડા ઝવેરબેન પદમશીના ભાઇ. ગોધરાના કુંવરબાઈ કાનજી લાલજી છેડાના જમાઈ. પ્રા. શ્રી સુમતિનાથ ભગવાન જૈન દેરાસર, ન્યુ સંકુલ, ગુજરાત ક્લબની બાજુમાં, માટુંગા, મું. ૧૯. ટા. ૪ થી ૫.૩૦. ત્વચાદાન કરેલ છે. નિ. પિયુષ ગડા, ૨૦૮/૫૦૨ બી, અનિતા કુટીર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈ).
દશા શ્રીમાળી વણિક ટીબી નિવાસી હાલ વાશી નવી મુંબઈ પ્રવીણચંદ્ર ભાઈચંદ મહેતા (ઉં.વ. ૮૦) તા. ૧૧-૧૧-૨૫, મંગળવારના અક્ષરનિવાસી થયા છે. તે સ્વ. પ્રવિણાબેનના પતિ. જયેશ, ભાવેશના પિતાશ્રી. અ.સૌ. નિશા, અ.સૌ. જીનલના સસરા. પ્રતાપભાઈ, અરવિંદભાઈ, ગં.સ્વ. ભારતીબેન સુરેશકુમાર શેઠના ભાઈ. જશ, માનવ, ધનવીના દાદા. સ્વ. ફુલચંદ ભુરાભાઈ (સામતેર)ના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૩-૧૧-૨૫, ગુરુવારે ૪.૩૦થી ૬. સ્થળઃ બીએપીએસ સ્વામિનારાયણ કલા કેન્દ્ર, સેક્ટર-૧૦/૧૨એ, મીની સી શોર રોડ, વાશી નવી મુંબઈ.
કચ્છી વિશા ઓશવાળ જૈન રાયણ મોટીના દેવચંદ પ્રેમજી છેડા (ઉ.વ. ૮૨) તા. ૧૦-૧૧-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. ઉર્મીલાના પતિ જખીબાઇ પ્રેમજી કાનજી વીરજીના પુત્ર. નિર્મળા, કીશોર, શાંતી, ગુણવંતી, મંજુલા, ભરત, કીર્તીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવચંદ પ્રેમજી છેડા, નવનીતનગર, એએ-૦૦૪, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.).
For more details… Contact 9322529232 / 9324483455
