જો તમે પણ પથારી પર બેસીને ખાવા-પીવાનું રાખો છો તો આ આદતથી તમારા ઘરના વાસ્તુને ખરાબ કરવાની સાથે 5 ગંભીર સમસ્યાને આમંત્રણ પણ આપો છો. આ 5 સમસ્યા કઈ છે ચાલો તમને જણાવીએ.
ક્યારેય પણ ઘરમાં બેડ પર બેસીને કોઈ ખાતું હોય તો ઘરના વડીલો તેને ટોકતા હોય છે. ઘણા લોકો પોતાની આળસ, થાક કે પછી મોબાઈલ ફોન જોતા જોતા બેડ પર બેસીને જ ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આદત તમારા ઘરના વાસ્તુની સાથે તમારા સ્વાસ્થ્યને પણ ખરાબ કરે છે ? જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત હકીકત છે. શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રોમાં બેડ પર બેસીને ખાવાની મનાઈ કરવામાં આવી છે. આ સિવાય બેડ પર બેસીને કંઈ પણ ખાવું કે પીવું સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે
બેડ પર બેસીને ખાવાથી થતા નુકસાન
1. જે લોકો બેડ પર સુતા-સુતા કે બેસીને ભોજન કે કોઈપણ વસ્તુ ખાઈ પીએ છે તેના પાચન તંત્ર પર પ્રેશર આવે છે. આ રીતે ખાધેલી વસ્તુ સરળતાથી પચતી નથી અને તેના કારણે અપચો, ગેસ, એસિડિટી કે અન્ય પાચન સંબંધિત સમસ્યા થવા લાગે છે.

2. બેડ પર બેસીને ખાવું હાઈજીનનો અભાવ ઊભો કરે છે. તમે જે પણ વસ્તુ ખાતા પીતા હોય તેના કણ બેડ પર પડતા જ હોય છે. તેના કારણે બેડ પર બેક્ટેરિયા અને જંતુ વધવા લાગે છે. આવા બેક્ટેરિયાના કારણે વ્યક્તિને ઇન્ફેક્શન થઈ શકે છે.
3. બેડ પર બેસીને ખાવાની આદત ધરાવતા હોય તે લોકોની ઊંઘની ગુણવત્તા પણ ખરાબ થઈ જાય છે. બેડ પર બેસીને ખાતા લોકોના મગજમાં એક વાત હંમેશા ફરતી રહે છે કે બેડ પર ફક્ત સૂવાનું નહીં પણ ખાવાનું પણ હોય છે. જ્યારે પણ તેઓ સુવા જાય છે ત્યારે મગજમાં ખાવાની ઈચ્છા પણ થવા લાગે છે જેના કારણે ઊંઘ પણ બગડે છે.
4. સૌથી મોટું નુકસાન એ છે કે બેડ પર બેસીને ખાવાની ખરાબ આદતથી શારીરિક ગતિવિધિ ઘટી જાય છે. ઘણી વખત લોકો રાત્રે વધારે કેલરી યુક્ત વસ્તુઓ ખાતા હોય છે જો તમે બેડ પર સૂતા-સૂતા કેલેરીવાળી વસ્તુઓ ખાવ છો તો શરીર તે કેલેરી બળતી નથી અને તેનું ફેટ બનવા લાગે છે. આ રીતે ખાધેલી વસ્તુ વજન વધવાનું કારણ બને છે.
5. બેડ પર બેસીને કંઈ પણ વસ્તુ ખાવા કે પીવાથી બેડની આસપાસ કીડી, વંદા જેવા જીવજંતુ વધવા લાગે છે. બેડ પર બેસીને ભોજન કરવાથી ગંદકી અને અવ્યવસ્થા ઊભી થાય છે જેના કારણે જીવજંતુનો ઉપદ્રવ બેડની આસપાસ વધી જાય છે.

For more details… Contact 9322529232 / 9324483455
