પેટની તકલીફ જેમકે ગેસ અને એસિડિટીમાં ઘણા લોકોને માથું દુખવા લાગે છે. આવું શા માટે થાય છે આજે તમને જણાવીએ.
સામાન્ય રીતે માથાના દુખાવાની સમસ્યાને મામૂલી ગણવામાં આવે છે. કોઈપણ ઉંમરના વ્યક્તિને માથાના દુખાવાની તકલીફ થઈ શકે છે માથાના દુખાવાનું કનેક્શન સામાન્ય રીતે સ્ટ્રેસ અને થાક સાથે હોય છે પરંતુ ઘણા લોકોને ગેસ અને એસિડિટીની સ્થિતિમાં પણ માથાનો દુખાવો થવા લાગે છે. ઘણા લોકોની એવી ફરિયાદ હોય કે જ્યારે તેમને પેટમાં ગેસ થાય કે એસિડિટીની તકલીફ થાય ત્યારે માથું દુખવા લાગે છે. તો ચાલો આજે જાણીએ ગેસ અને એસિડિટી દરમિયાન માથામાં દુખાવો શા માટે થાય છે અને આ રીતે માથું દુખતું હોય તો તેનો ઈલાજ શું કરવો ?

પેટમાં જ્યારે એસિડ વધી જાય એટલે કે એસિડિટી થાય અથવા તો ગેસ બને તો તેના કારણે છાતીમાં બળતરા, ઉલટી, ઉબકા આવવા, પેટમાં દુખાવો થવો અને માથાના દુખાવાની સમસ્યા થઈ જાય છે. જ્યારે પેટમાં ગેસ બને છે તો તે ડાયાફ્રામને ઇફેક્ટ કરે છે. ડાયાફ્રામ એક પ્રકારના સ્નાયુ હોય છે જે ફેફસાની નીચે હોય છે જેના કારણે જ પેટ ફૂલે છે. જ્યારે ડાયાફ્રામ પર પ્રેશર આવે છે ત્યારે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. એસિડ વધે એટલે શ્વાસનળીમાં બળતરા થવા લાગે છે જેના કારણે ઉલટી થવી અને ઉબકા આવવાની તકલીફ થઈ શકે છે.
આ ઉપરાંત પેટમાં જ્યારે એસિડિટી વધે ત્યારે તે બ્લડ ફ્લોને પણ ઇફેક્ટ કરે છે. બ્લડ ફ્લો બાધિત થવાથી મગજ સુધી બરાબર રીતે લોહી પહોંચતું નથી અને માથું દુખવા લાગે છે.ખાસ કરીને જે લોકોને પહેલાથી જ માઇગ્રેન કે માથાના દુખાવાની સમસ્યા હોય તેમને એસિડિટી દરમિયાન માથાનો દુખાવો ટ્રિગર થઈ જાય છે.

For more details… Contact 9322529232 / 9324483455
