‘સફળતા જિંદગીની’: બિઝનેસ ગુરુ એવા ઉદ્યોગપતિ સતીષ કે. શાહના 50 વર્ષની બિઝનેસ યાત્રાના આ પુસ્તકનું ગોરેગામમાં લોકાર્પણ થયું. આ બિઝનેસ યાત્રાને શબ્દદેહ આપ્યો છે કવિ વાર્તાકાર સંજય પંડ્યાએ! આ ઉદ્યોગપતિના જીવનના સંઘર્ષ અને મોટીવેશનલ પ્રસંગોને એમણે પુસ્તકમાં આબેહૂબ રજૂ કર્યા છે.જીવનના 17 વર્ષની યુવાન વયે ફેક્ટરી ચલાવવાનું બીડું ઝડપી ,લાકડાની પાટ પર સૂઈ, કારીગરો સાથે ભોજન લઈ ફેક્ટરી ચલાવનારી વ્યક્તિ 50 વર્ષની એમની બિઝનેસ યાત્રા પછી 100 કરોડની કંપનીના માલિક હોય એ કેવી અદ્ભૂત અને મોટીવેટ કરે એવી બાબત છે!
સાબરકાંઠાના મોહનપુરમાં જન્મેલા સતીષ કે. શાહે નાનપણમાં પરિવારનો આર્થિક સંઘર્ષ જોયો હતો. 50 વર્ષમાં બિઝનેસનો આટલો વિસ્તાર એમણે કર્યો પરંતુ સાથે સાથે પોતાની ફેક્ટરીના નાનામાં નાના માણસને પણ સાચવ્યા. સફળતા મળી તો સમાજને પણ પાછું આપ્યું .જૈન દેરાસરો બંધાવ્યા, સાબરકાંઠામાં મહિયલ -તલોદ માં માતા-પિતાની યાદમાં એક એકર જમીનમાં શ્રી ચંપા કેશવ વિસામો ઊભો કર્યો જ્યાં ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. કોરોના કાળમાં જ્યારે ઑક્સિજનની અછત હતી ત્યારે તલોદની ફેક્ટરીના સાઈઠ જેટલા ઑક્સિજન સિલિન્ડર વારંવાર રિફિલ કરાવી સ્થાનિક હૉસ્પિટલમાં પહોંચતા કર્યા.

ઠ મહિના આ કાર્ય ચાલ્યું. આ સમય દરમિયાન જે પણ નુકસાન થયું એના કરતાં ત્રણ ગણું નવા બિઝનેસથી પછીના મહિનામાં કંપનીએ કમાઈ લીધું એટલે સારા કાર્યનો બદલો હંમેશાં મળી રહે છે એવું સતીષભાઈએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. આ સફળતા મેળવી શક્યા એ માટે એમણે પરિવારનો આભાર માન્યો હતો તથા વિશેષરૂપે જીવનસંગિની ચેતનાબહેને વિષમ પરિસ્થિતિમાં પણ કોઈ ફરિયાદ નથી કરી એનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના તેઓ છેલ્લા 21 વર્ષથી ઉપપ્રમુખ છે તથા તલોદ એલ્યુમિનિયમ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના છેલ્લા 30 વર્ષથી પ્રમુખ છે. ‘મિત્રતા ‘મેગેઝીનના તેઓ તંત્રી પણ છે અને ‘ફ્રેન્ડસ ગ્રુપ મલાડ’ ,આવિષ્કાર ગ્રુપ તથા લાયન્સ ક્લબ જેવી અનેક સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલા રહીને એમણે અનેક સામાજિક ,ધાર્મિક તથા શૈક્ષણિક કાર્યોમાં પોતાનું યોગદાન આપ્યું છે . સેવા કરવા પ્લેટફોર્મ પૂરું પાડનારી સંસ્થાઓનો એમણે વિનમ્રતાથી આભાર માન્યો હતો.
દેશવિદેશથી વેપારીઓની હાજરી જ્યારે ‘સફળતા જિંદગીની ‘પુસ્તકનું લોકાર્પણ થયું ત્યારે મુંબઈ અને ગુજરાતના જ નહીં પરંતુ દુબઈ અને યમનથી પણ એમના વેપારીઓએ હાજરી આપી હતી. વિશાળ સચેતા પરિવાર , સ્વજન તથા અનેક ધંધાકીય સંપર્કની હાજરીમાં આ પુસ્તકનું વિમોચન થયું હતું. આ કાર્યક્રમ નિમિત્તે એમણે અનેકને અવોર્ડથી નવાજ્યા હતા જેમાં ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એસોસિએશનના પ્રમુખ લલિત ડાગાજી ,ઉદ્યોગપતિ જિતેન્દ્રભાઈ દેવચંદ સંઘવી તથા અનેક ઉદ્યોગપતિઓ, પોતાના સ્ટાફ, પોતાની સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ , આ પુસ્તકને શબ્દદેહ આપનાર લેખક સંજય પંડ્યા, કાર્યક્રમના સંચાલક સંજય વખારિયા, હાસ્ય કલાકાર- લેખક સુભાષ ઠાકર, પોડકાસ્ટ બનાવનાર ઈશાન મહેતા તથા શ્રી હરસોલ ૨૭ વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિના આગેવાનોનો સમાવેશ થતો હતો.

For more details… Contact 9322529232 / 9324483455
