ભોજનમાં જે મસાલાનો ઉપયોગ થાય છે તે મસાલા ઔષધિ સમાન ગુણ ધરાવે છે. પારંપરિક ઉપચારમાં આ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ આ મસાલા શરીરને કેવા ફાયદા કરે છે.
લવિંગ, તજ સહિતના ખડા મસાલા જેને ગરમ મસાલા પણ કહેવામાં આવે છે તે ભારતીય રસોડામાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. આ ગરમ મસાલા ઔષધી સમાન ગુણ ધરાવે છે. અલગ અલગ પ્રકારના મસાલાનો દવા તરીકે પારંપરિક ઉપચારમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો ભોજનનો સ્વાદ વધારતા આ મસાલા સ્વાસ્થ્ય માટે પણ રામબાણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને લવિંગ.
લવિંગના ઝાડની સૂકી કળીઓમાંથી લવિંગ મળે છે. લવિંગનો ઉપયોગ મસાલા તરીકે સૌથી વધુ થાય છે પરંતુ પારંપરિક ઉપચારમાં તેનો ઉપયોગ દવા તરીકે થાય છે. કેટલીક બીમારીઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આજે તમને લવિંગના ઉપયોગ અને તેનાથી કઈ બીમારીમાં ફાયદો થાય છે તે જણાવીએ.

શ્વાસ સંબંધિત સમસ્યા
રોજ લવિંગ ચાવવાની આદત હોય તો શ્વાસ તરોતાજા રહે છે. મોંમાંથી દુર્ગંધ આવતી નથી. લવિંગ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને તે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે.
ઇમ્યુન સિસ્ટમ મજબૂત થશે
લવિંગમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે. તે શરીરને હાનિકારક ફ્રી રેડીકલ્સથી બચાવે છે. રોજ લવિંગ ચાવવાથી શરીરના સોજા ઓછા થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. લવિંગ ખાવાથી તેમાં રહેલું યુજેનોલ સાંધાના અને મસલ્સના પ્રોબ્લેમમાં રાહત કરે છે.
દાંતમાં દુખાવો
મોઢામાં અને ખાસ કરીને દાંતની સમસ્યામાં લવિંગ કારગર માનવામાં આવે છે. લવિંગ મોઢામાં રાખવાથી કે ચાવવાથી દાંતના દુખાવાથી રાહત મળે છે. આ ઉપરાંત પેઢાને પણ તે હેલ્ધી રાખે છે અને મોઢામાંથી આવતી વાસને દૂર કરે છે. લવિંગમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે મોઢાના બેક્ટેરિયાને મારે છે.

ગટ હેલ્થ
લવિંગ બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં અને બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદ મળે છે. રોજ એક લવિંગ ચાવીને ખાવાની આદતથી હાર્ટ હેલ્થ સારી રહે છે. ગટ હેલ્થની વાત કરીએ તો લવિંગ પાચન એન્જાઈમને એક્ટિવ કરે છે જેના કારણે અપચો, પેટ ફુલવાની સમસ્યા ઓછી થાય છે.
For more details… Contact 9322529232 / 9324483455
