મુંબઈમાં સીસીટીવી યંત્રણા અદ્યતન કરવા અને કોસ્ટલ રોડ સહિત મહત્વના ઠેકાણે નવા સીસીટીવી કેમેરા લગાડવા રાજ્ય સરકારે બે હજાર કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે.
કાયદો અને સુવ્યવસ્થા, પરિવહન અને મહાપાલિકાને મદદ થાય એવી રીતે એઆઈનો ઉપયોગ કરીને સિસ્ટમ ઊભી કરવામાં આવશે. એમા વીડિયો એનાલિટિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
ગિરદીના ઠેકાણે અને સીસીટીવીની રેન્જ બહાર પણ વ્યક્તિના ચહેરાની ઓળખ કરી શકે એવી સિસ્ટમ ઉપલબ્ધ કરી આપવામાં આવશે.

મુંબઈમાં 2018થી સીસીટીવી યંત્રણા લગાડવાનો કાર્યક્રમ ચાલુ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સમયમાં લગભગ 980 કરોડ રૂપિયાનું ભંડોળ આપીને સુધારાના પ્રશાસકીય માન્યતા આપવામાં આવી હતી. હવે સીસીટીવીના ત્રીજા તબક્કાને માન્યતા આપવામાં આવી છે અને એના માટે 2 હજાર 141 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું છે.
શહેરમાં સીસીટીવી લગાડવાના બે તબક્કામાં 11 હજાર 377 કેમેરા લગાડવાનું નિયોજન હતું. એમાંથી પહેલા તબક્કામાં 5442 કેમેરા તો બીજા તબક્કામાં એલ એન્ડ ટી કંપનીએ 5935માંથી 5069 કેમેરા લગાડ્યા છે.
બીજા તબક્કાના બાકી રહેલા 866 કેમેરા હવે ત્રીજા તબક્કામાં મહત્વના ઠેકાણે લગાડવામાં આવશે. ગિરદીના ઠેકાણે વ્યક્તિના ચહેરાની ઓળખ કરી શકાય એ દષ્ટિએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રાફિક નિયંત્રણ માટે આરએવીડી (રેડ લાઈટ વાયોલેશન ડિટેક્શન) અને સ્પીડ નિશ્ચિતીની ઓટોમેટિક સિસ્ટમ લગાડવામાં આવશે.
પરિવહન નિયમન અને પાર્કિંગ સંદર્ભે સાર્વજનિક સૂચના સિસ્ટમ, સરઘસ, સભા અને અન્ય ગિરદીના પ્રસંગે ડ્રોનની મદદ સહિત નિયંત્રણ કક્ષ અદ્યતન કરવું, વગેરે બાબતોનો ત્રીજા તબક્કામાં સમાવેશ છે.

સુરક્ષા વ્યવસ્થા મજબૂત થશે મુંબઈમાં ત્રાસવાદી કાર્યવાહી અથવા બોમ્બધડાકાની ધમકીઓ, ગુનેગારી વિશ્વની કાર્યવાહીઓ, નશીલા પદાર્થોની દાણચોરી વગેરે ઘટના બને છે.
તેથી ગુનેગારી કાર્યવાહી પર અંકુશ અને ગુનેગારોને શોધી કાઢવા સાથે જ કાયદો અને સુવ્યવસ્થા જાળવવી અને ટ્રાફિક નિયમનની દષ્ટિએ સીસીટીવી યંત્રણા વધુ અદ્યતન કરવા સરકારે અને પોલીસે અગ્રતા આપી છે. કુદરતી આપત્તિના સમયમાં પણ પરિસ્થિતિ પર નજર રાખવા આ યંત્રણાનો ઉપયોગ થાય છે. મોટા આંદોલન, તહેવારો, સરઘસ, રાજકીય સભા વગેરેના સમયે કાયદો અને સુવ્યવસ્થા જાળવવા સીસીટીવી યંત્રણાનો પોલીસને ઘણો ઉપયોગ થાય છે

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
