ધમનીઓમાં જામેલો પ્લાક હાર્ટની બીમારીનું સૌથી મોટું કારણ હોય છે. પરંતુ કેટલીક નેચરલ વસ્તુઓની મદદથી આ પ્લાકને તમે દુર કરી શકો છો. આજે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવીએ જે ધમનીઓને સાફ કરી બ્લડ ફ્લો સુધારે છે અને હાર્ટને હેલ્ધી રાખી શકે છે.
આજના સમયમાં લાઈફસ્ટાઈલ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ સતત વધી રહી છે. ખરાબ લાઈફસ્ટાઈલની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે. ખાસ કરીને હૃદય સંબંધિત સમસ્યા દિવસેના દિવસે વધતી જાય છે. નાની ઉંમરમાં લોકો હૃદય સંબંધિત બીમારીનો શિકાર થઈ રહ્યા છે. હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય તો માત્ર આહાર બદલવાથી કામ થતું નથી. પરંતુ તમે કઈ વસ્તુઓ પીવો છો તે પણ મહત્વનું હોય છે.
આપણી ધમનીઓ ઓક્સિજન અને પોષક તત્વો શરીરના દરેક ભાગ સુધી પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ જ્યારે ધમનીમાં કોલેસ્ટ્રોલ, ફેટ કે કેલ્શિયમ જામી જાય તો ઓક્સિજન અને પોષક તત્વોની સપ્લાયમાં બાધા ઉત્પન્ન થાય છે. ધમનીઓમાં જામેલો પ્લાક ધીરે ધીરે રક્ત પ્રવાહને પણ બાધિત કરે છે. જેના કારણે હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે.

ધમનીઓમાં એક વખત પ્લાક બની જાય તો તેને સંપૂર્ણ રીતે હટાવવું શક્ય હોતું નથી. તેથી જ સમય રહેતા જ આહાર અને હેલ્ધી ડ્રિંકની મદદથી આ સમસ્યાને સમય રહેતા કંટ્રોલ કરી લેવી જોઈએ. આજે તમને 3 એવા હેલ્ધી ડ્રિંક્સ વિશે જણાવીએ જે ધમનીઓનો સોજો ઓછો કરે છે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે.
ગ્રીન ટી
ગ્રીન ટીને વર્ષોથી પ્રાકૃતિક ઔષધી તરીકે જોવામાં આવે છે. તેમાં રહેલા શક્તિશાળી એન્ટિ ઓક્સિડન્ટ બેડ કોલેસ્ટ્રોલને અને ઓક્સિડેટીવ સ્ટ્રેટને ઘટાડે છે. ગ્રીન ટી પ્લાક બનવાની પ્રક્રિયાને સ્લો કરે છે અને ધમનીઓમાં લચીલાપણું જાળવી રાખે છે. રિસર્ચ અનુસાર રોજ બે થી ત્રણ કપ ગ્રીન ટી પીવાથી કોરોનરી આર્ટરી ડીસીઝ થવાનું જોખમ ઓછું થાય છે.
દાડમનો રસ
દાડમ એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેમાં એવા તત્વ હોય છે જે ધમનીઓના સોજા અને ઓક્સિડેટીવ ઘટાડે છે. રોજ દાડમનું જ્યુસ પીવાથી કોરોનરી આર્ટરીમાં પ્લાક વધતો અટકે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. દાડમમાં રહેલા ફ્લેવોનોઈડ્સ કોલેસ્ટ્રોલના ઓક્સિડેશને રોકે છે.

બીટનો રસ
બીટમાં નાઇટ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં જઈને નાઈટ્રિક ઓક્સાઇડમાં બદલી જાય છે. નાઈટ્રિક ઓક્સાઇડ માં એવા યોગિક હોય છે જે ધમનીઓમાં ફેલાય છે અને તેને રિલેક્સ કરે છે. બીટનો રસ બ્લડપ્રેશર ઘટાડવામાં અને બ્લડ ફ્લોને સ્મૂધ બનાવવામાં મદદ કરે છે. ઘણી બધી રિસર્ચમાં સાબિત થયું છે કે રોજ બીટનો રસ પીવાથી આર્ટરીની સ્ટીફનેસ ઓછી થાય છે અને ઓક્સિજન સપ્લાય સુધરે છે. બીટનો રસ પીવાથી લીવર ફંક્શનને પણ સપોર્ટ મળે છે અને મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે.
આ હેલ્ધી ડ્રિંક્સ પીવાની સાથે નિયમિત વ્યાયામ કરવો પણ જરૂરી છે. શરીરને ફિટ રાખવું હોય તો સંતુલિત આહારની સાથે રોજ 30 મિનિટ વ્યાયામ કરો. સાથે જ ધુમ્રપાન જેવા વ્યસનને છોડો અને વધારે પડતી ખાંડ લેવાનું પણ ટાળો. રોજ રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘ થાય તે વાતનું પણ ધ્યાન રાખો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
