કાંદાના ભાવ નીચા છે એમાં દિવાળીની આસપાસ કિંમત હજી પણ કિંમત ગગડવાની શક્યતા છે. ગ્રાહકોને આગામી દિવસોમાં કાંદા વધુ સસ્તા મળે તેમ છે. જોકે, મહારાષ્ટ્રના કાંદા પકવતા ખેડૂતો આ સિનારિયોને લીધે વધુ ચિંતમાં મૂકાઈ ગયા છે.
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કાંદા ઉત્પાદક ખેડૂતો પાસે અત્યારે કાંદાનો ભરપૂર સ્ટોક છે. આ પરિસ્થિતિમાં ગુજરાત અને રાજસ્થાનથી ખરીપ કાંદાની આવક શરૃ થવાની તૈયારી છે. અધૂરામાં પૂરૃં કર્ણાટકના ખેડૂતોએ પણ ખેતરોમાંથી કાંદાની લણણી શરૃ કરી દીધી છે. એટલે કર્ણાટકથી પણ કાંદા આવવા માંડશે. આ પરિસ્થિતિમાં કાંદાના ભાવ હજી નીચે જવાની પૂરી શક્યતા છે. બીજું પરદેશમાં અત્યારે ભારતીય કાંદાની ફક્ત દસ ટકા જ માગણી છે. એટલે નજીવી નિકાસને લીધે કોઇ ફાયદો થાય એમ નથી.

કાંદા નિકાસકાર એસોસિયેશન તરફથી કેન્દ્ર સરકારને કાંદાના બિયારણના નિકાસ પર પ્રતિબંધની માગણી કરી છે. કારણ કે બાંગ્લાદેશ, શ્રીલંકા અને અન્ય પાડોશી દેશો ભારતથી બિયાણ મગાવીને પોતાના દેશોમાં કાંદા ઉગાડવા માંડયા છે. અને ભારતીય કાંદાની નિકાસને ફટકો પડયો છે.
અત્યારે ઉનાળું કાંદાનું ૯૦૦થી ૯૭૫ રૃપિયે ક્વિન્ટલ (૧૦૦ કિલો)ના ભાવે વેચાણ થઇ રહ્યું છે. એટલે ટૂંકમાં નવેક રૃપિયે કિલોના ભાવે કાંદાના વેચાણથી ખેડૂતોની આંખમાં પાણી આવ્યા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
