ભિવંડીમાં ટ્રક ડ્રાઇવરે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને બાઇકને અડફેટમાં લીધા બાદ ૨૯ વર્ષીય એન્જિનિયરને હોસ્પિટલમાં લઇ જતી વખતે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી અને યુવકનું મોત નિપજ્યું હતું, એમ મંગળવારે પોલીસે જણાવ્યું હતું. અકસ્માત સર્જી આરોપી ટ્રક ડ્રાઇવર નાસી ગયો હતો.
પોલીસે ડ્રાઇવર સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધી વધુ તપાસ આદરી છે. ભિવંડી સ્થિત નિમ્બાવલી નાકા ખાતે આ ઘટના બની હતી. ૨૯ વર્ષીય એન્જિનિયર વિનોદ પાટીલ વાશિંદમાં એક કંપનીમાં નોકરી કરતો હતો. તે ગઇકાલે મોડી સાંજે પોતાની બાઇક પર કશેળી ઘરે પરત ફરી રહ્યા હતો. તે સમયે ટ્રકે બાઇકને ટક્કર મારી હતી.
ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનની એક અધિકારીએ જણાવ્યું હતું કે યુવક બાઇક પરથી નીચે પટકાયો હતો. ટ્રક નીચે કચડાઇ જતા તેને ગંભીર ઇજા થઇ હતી. પાટીલે હેલ્મેટ પહેર્યું હતું તે અકસ્માતમાં તૂટી ગયું હોવાનું કહેવાય છે.

આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી તેઓ ટ્રક નીચેથી પાટીલને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ ગયા હતા.પરંતુ થાણે ભિવંડી રોડ પર ભારે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અધવચ્ચે ફસાઇ ગઇ હતી અને પાટીલનું મૃત્યુ થયું હતું. એમ અધિકારીએ જણાવ્યું હતું.
બાદમાં વિનોદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ટ્રક ડ્રાઇવર દુર્ઘટના બાદ ભાગી ગયો હતો. તેની સામે ગુનો નોંધી તપાસ ચાલી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
