ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના પ્રકલ્પમાં કુલ જગ્યાની 35 ટકા જગ્યા ખુલ્લી રાખવી ડેવલપર માટે ફરજિયાત કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ યોજનાને મંજૂરી આપવી નહીં. તેમ જ નિયમનું ઉલ્લંઘન કરનાર અધિકારી પર સસપેન્સનની કાર્યવાહી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અમલમાં મૂકતા સંબંધિત ડેવલપર અધિકારી સાથે સાંઠગાંઠ કરીને મનમાની રીતે બાંધકામ કરે છે. પ્રકલ્પના ઠેકાણે કોઈ પણ મૂળભૂત સુવિધા આપવામાં આવતી નથી, વિકાસ નિયંત્રણ નિયમાવલીની અનેક જોગવાઈનું ઉલ્લંઘન કરીને આ પ્રકલ્પ ઊભા કરવામાં આવતા હોવાનું જાહેર થયા બાદ ગૃહનિર્માણ વિભાગે આવા ડેવલપર વિરુદ્ધ કઠોર ભૂમિકા લીધી છે. ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ મારફત એસઆરએ યોજનાને મંજૂરી આપતા સંબંધિત યોજનાની કુલ જગ્યાના 65 ટકા જગ્યા પર ઈમારત ઊભી કરવી અને 35 ટકા જગ્યા ખુલ્લી રાખવાનું ફરજિયાત કરવું. ખુલ્લી જગ્યા વિકસિત કરીને એ મહાપાલિકા અથવા સ્થાનિક પ્રાધિકરણને સુપ્રત કરવી એવો આદેશ ગૃહનિર્માણ વિભાગે પ્રાધિકરણને આપ્યો છે.

વિકાસ નિયંત્રણ અને પ્રોત્સાહન નિયમાવલીના નિયમ 17(3)(ડ)(2) અંતર્ગત અમલમાં મૂકાતી ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાનું પરીક્ષણ કરવવા પ્રાધિકરણના ઉપમુખ્ય એન્જિનિયરની અધ્યક્ષતા હેઠળ એક વિશેષ નિરીક્ષણ સમિતિ તૈયાર કરવામાં આવશે. આ સમિતિને એસઆરએ યોજનામાં 35 ટકા જગ્યા ખુલ્લી રાખવા યોગ્ય રીતે જગ્યા દેખાડી છે કે નહીં એની ખાતરી કરવી, આ ખુલ્લી જગ્યા પર ઉદ્યાન તૈયાર થયું કે નહીં એ જોવું, 35 ટકા જગ્યા ખુલ્લી રાખીને એ મહાપાલિકા અથવા સ્થાનિક પ્રાધિકરણને હસ્તાંતરિત કરવી તેમ જ આ જગ્યા પરના ઉદ્યાન, ચાલવા માટે માર્ગ, બેસવા માટે બાંકડા, રમતગમતના સાધન, વ્યાયામશાળા અથવા લોકો માટે નિર્માણ કરવામાં આવેલી સુવિધાઓ તમામ લોકો માટે ખુલ્લી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સમિતિએ પોતાના કામકાજનો અહેવાલ દર ત્રણ મહિને પ્રાધિકરણની વેબસાઈટ પર અપલોડ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણની કોઈ પણ યોજનામાં કુલ જગ્યાના 65 ટકા કરતા વધારે જગ્યા પર ઈમારતનું બાંધકામ થતું હોય તો આવી યોજનામાં તરત સુધારો કરવામાં આવે. તેમ જ આવા પ્રકરણમાં દોષી અધિકારી પર શિસ્તભંગની કાર્યવાહી કરવી એવો આદેશ પણ સરકારે આપ્યો છે.

કોર્ટના આદેશ અનુસાર ખુલ્લી જગ્યા પરની ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાને માન્યતા આપતા આ જગ્યા પરનું અતિક્રમણ વિકાસ રૂપરેખાના આરક્ષણ પહેલાંનું હોવું જોઈએ અને અતિક્રમણધારકને વૈકલ્પિક જગ્યા ઉપલબ્ધ ન હોય તો જ માન્યતા આપવી. યોજનાની ખુલ્લી જગ્યા એકસાથે, વાપરવા યોગ્ય, સહેલાઈથી ઉપલબ્ધ હોય એમ યોજનાની રૂપરેખામાં દેખાડ્યા વિના યોજનાને માન્યતા આપવી નહીં એમ પણ આ આદેશમાં નોંધ્યું છે. ખુલ્લી જગ્યા બાબતે કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ હાઈ કોર્ટમાં 2002માં દાખલ કરેલી અરજી પર કોર્ટે આપેલા આદેશ અનુસાર આ આદેશ જારી કરવામાં આવ્યો છે એમ ગૃહનિર્માણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
