ધર્મ અને સંસ્કારના પ્રચાર–પ્રસાર ક્ષેત્રે અગ્રણી શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘને “બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ લંડન તરફથી ‘બેસ્ટ સંસ્થા’નો એવોર્ડ ડૉ. અવિનાશ સકુંડે, સ્થાપક ચેરમેન, તેમના હાથે આપવામાં આવ્યો છે.
આ સાથે જૈન ધર્મના શાશ્વત સિદ્ધાંતોના પ્રસાર અને પાઠશાળાઓની અમૂલ્ય ભૂમિકા બદલ સંસ્થાના અગ્રણી પદાધિકારીઓને અમેરિકન યુનિવર્સિટી દ્વારા ગૌરવપૂર્ણ માનદ ડોક્ટરેટની ઉપાધિ સંજયભાઈ જીવનલાલ શાહ સંસ્થાના ઉપાધ્યક્ષ, અશોક નરસી ચરલા ટ્રસ્ટી, અલ્પાબેન સંજયભાઈ શાહ મહિલા વિભાગ સંસ્થાના ઉપાધ્યક્ષાને એનાયત કરવામાં આવી અને સંસ્થા દ્વારા પદાધિકારીઓનું બહુમાન કરવામાં આવ્યું
શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘે ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે અને રાષ્ટ્રીય સ્તરે એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે દેશભરમાં 655 જૈન પાઠશાળાઓનું સફળ સંચાલન દ્વારા જૈન ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન 75,000થી વધુ બાળકો મેળવી રહ્યા છે દર વર્ષે 25,000થી વધુ વિદ્યાર્થીઓ ધાર્મિક પરીક્ષા આપે છે.

આ સિદ્ધિઓ સમાજમાં ધર્મ પ્રત્યે વધતા આકર્ષણ અને શ્રી સંઘની મજબૂત કાર્યશૈલીનો પુરાવો છે આ એવોર્ડ સંસ્થાની આપણી સંસ્કૃતિના આ પાયાના સિદ્ધાંતોનું જતન જૂની દાયકાઓ ની ધાર્મિક સેવા અને ભવિષ્યમાં ધાર્મિક શિક્ષણના વિસ્તરણના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
આ અવસરે શ્રી નેમિસૂરી સમાજના આચાર્ય પ.પૂ. શ્રી ચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા સાધુ–સાધ્વીજી ની નિશ્રા ને કારણે સમગ્ર કાર્યક્રમમાં આધ્યાત્મિક ઉર્જાનો માહોલ સર્જાયો હતો.શ્રી સંઘ દ્વારા 3 થી 11 વર્ષની વયના નાના બાળકોના જ્ઞાન અને તપના પુરુષાર્થને સન્માન આપવા માટે બાબૂલનાથ ખાતે શ્રી સહસ્ત્ર ફણા શ્વેતાંબર મૂર્તિપુજક તપાઞ્છ સંઘમાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે 150 બાળકોને ધાર્મિક જ્ઞાન માટે વિશેષ ઇનામો અને પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં અફસર કુરૈશી, મંધા શિંદે, રાજેશકુમાર ઉપાધ્યાય, ડૉ. અવિનાશ સાકુંડે, ડૉ. યતિન દેવધર, બાબુભાઈ ભવાનજી, પ્રદીપભાઈ ચૌક્સી, વિક્રમભાઈ એન શાહ, ધીરેન્દ્રભાઈ જવેરી, રાજેશભાઈ દોશી, શિરીન જરીવાલા, શાંતિભાઈ સંઘવી અને અનેક સંસ્થાઓના ટ્રસ્ટીગણને પણ શ્રી ધાર્મિક શિક્ષણ સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
