સેન્ટ્રલ રેલવેના કોપર સ્ટેશન નજી રવિવારે બપોરે ૩૫ વર્ષના યુવકે સીએસટી તરફ વેગથી જનારી એક્સપ્રેસ સામે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. યુવકની ઓળખ અને સરનામું શોધવાના પ્રયાસો રેલવે પોલીસ કરી રહી છે. અચાનક બનેલી આ ઘટનાને જોઇને સ્ટેશને ઉપસ્થિત લોકો ગભરાઇ ગયા હતા.
રજાનો દિવસ હોવાથી કોપર સ્ટેશને પ્રવાસીઓની ખાસ ભીડ ન હતી. થોડા પ્રવાસીઓ અને આરપીએફ કમાન્ડો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પ્લેટફોર્મ પર બધાની અવરજવર ચાલુ હતી ત્યારે એક યુવક પણ ઘણીવાર સુધી સ્ટેશન પરિસરમાં ફરી રહ્યો હતો. તેણે બેગ પહેરી હતી. યુવક આત્મહત્યા કરવાના મનસૂબાથી આવ્યો હશે તેની કલ્પના આજુબાજુ ફરતા રહેલા પ્રવાસીઓને ન હતી.

પ્લેટફોર્મ પર આમતેમ ફર્યા બાદ યુવક સ્ટેશનની પૂર્વ બાજુએ કૂદકો મારીને રેલવે ટ્રેક ઓળંગીને તે પૂર્વમાં બાલાજી ગાર્ડન કોમ્પ્લેક્સમાં જવા લાગ્યો હતો. અચાનક જ તેણે કલ્યાણ દિશામાંથી સીએસટી તરફ જનારી એક્સપ્રેસ ટ્રેન સામે કૂદકો મારી દીધો હતો. ટ્રેનની જોરદાર ટક્કરથી દૂર ફેંકાયેલો યુવક ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો.
આ દૃશ્ય જોતા જ સ્ટેશને હાજર રહેલા પ્રવાસીઓ ગભરાઇ ગયા હતા. એક્સપ્રેસ સ્ટેશન પાર કરી ગયા બાદ તરત જ આરપીએફના જવાને આ માહિતી ડોંબિવલી રેલવે પોલીસને આપી હતી. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે તરત જ યુવકે નજીકની હોસ્પિટલમાં પહોંચાડયો હતો પણ ત્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. દરમિયાન રેલવે પોલીસ યુવકની બેગમાંથી મળેલી કેટલીક ચિઠ્ઠીઓના આધારે આત્મહત્યાનું કારણ અને યુવકની ઓળખ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
