શરીરનો થાક, મનનો થાક, પાચનની તકલીફો બધું જ એક સાથે દવા વિના દુર કરવું હોય તો રોજ આ આસન કરવાનું શરુ કરી દો. આ યોગાસન કરવાથી શરીર અને મનની સમસ્યાઓ દુર થઈ જાય છે.
આજની દોડધામ ભરેલી જિંદગીમાં સ્ટ્રેસ અને થાક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેવામાં યોગ એવું સાધન છે જે ફક્ત શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ શાંતિ પ્રદાન કરી શકે છે. અલગ અલગ પ્રકારના યોગાસનમાંથી એક સૌથી પ્રભાવશાળી યોગાસન છે જેને કરવાથી પાચનતંત્રથી લઈને સ્ટ્રેસ સુધીની સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ યોગાસન છે પાર્શ્વ બાલાસન. જેને થ્રેડ ધ નીડલ પોઝ પણ કહેવામાં આવે છે. નિયમિત આ આસન કરવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ આસન કરવાથી કરોડરજ્જુ ખભા અને પીઠના ઉપરના ભાગને આરામ મળે છે.

પાર્શ્વ બાલાસન
આયુષ મંત્રાલય અનુસાર પાર્શ્વ બાલાસન તણાવ, ચિંતા અને થાકને ઓછા કરવામાં મદદ કરે છે. તે તંત્રિકા તંત્રને શાંત કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ આસન કરોડરજ્જુને લચકદાર બનાવે છે. નિયમિત તેનો અભ્યાસ કરવાથી શરીરમાં રક્ત સંચાર સુધરે છે અને અનિદ્રાની સમસ્યાથી પણ રાહત મળે છે. આ યોગાસન નિયમિત કરવાથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ વધે છે. આ આસન એવા લોકો માટે ફાયદાકારક છે જે લાંબા સમય સુધી બેસીને કામ કરતા હોય અને ખભા તેમજ પીઠના સ્નાયૂ જકડાઈ ગયાનો અનુભવ કરતા હોય.
કેવી રીતે કરવું બાલાસન ?
આસન કરવા માટે સૌથી પહેલા જમીન પર ઘૂંટણ વાળીને બેસવું. ત્યાર પછી એડી પર નિતંબ રહે તે રીતે પોઝીશન રાખવી. ધીરે ધીરે શરીરને આગળની તરફ ઝુકાવો અને માથું જમીન પર અડે તે રીતે રાખવું. સાથે જ બંને હાથને સામેની તરફ ફેલાવી અને શરીરને રિલેક્સ કરો. આ મુદ્રામાં ઊંડા શ્વાસ લેવા. 30 સેકન્ડથી લઈને એક મિનિટ સુધી આ અવસ્થામાં રહેવું પછી ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવી જવું.
કોણે ન કરવું બાલાસન ?
બાલાસન મોટાભાગના લોકો માટે સુરક્ષિત છે પરંતુ ગર્ભવતી મહિલાઓ, ઘૂંટણ કે પીઠમાં ગંભીર સમસ્યા હોય તેવા લોકોએ આ આસન કરતાં પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી. આ સિવાય ખાલી પેટ અથવા ભોજન કર્યાના બે થી ત્રણ કલાક પછી જ આ આસન કરવું યોગ્ય રહે છે.

સ્ટ્રેસ દૂર કરશે આ આસન
પાર્શ્વ બાલાસન એક સરળ અને પ્રભાવી યોગાસન છે જે શરીર સાથે માનસિક સ્વાસ્થ્યને પણ સંતુલિત રાખવામાં મદદ કરે છે. પોતાની દિનચર્યામાં આ આસન સામેલ કરવાથી તમે સ્ટ્રેસ ફ્રી અને ઊર્જાવાન અનુભવ કરશો. યોગ નિષ્ણાંતોનું માનીએ તો આ આસન નિયમિત કરવાથી તેના લાભ વધારે ઝડપથી જોવા મળે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
