અભિનેતા સુનિલ શેટ્ટીએ મુંબઈ હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવી પોતાના વ્યક્તિત્વ અધિકાર માટે રક્ષણ માગ્યું છે. તેણે અદાલતને વિનંતી કરી છે કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર તેની અને તેના પરિવારની ડીપફેક તસવીરો અને વિડિયો વાઈરલ કરવા પર રોક લગાવવામાં આવે. આ સાથે જુગાર અને જ્યોતિષ જેવી વેબસાઇટ્સ પર તેના ફોટા અને નામનો ઉપયોગ અટકાવવા તેમ જ તેની છબિનો વેપારી ઉપયોગ કરનારા સામે કાર્યવાહી કરવા માગ કરી છે.આ મામલો શુક્રવારે ન્યાયમૂર્તિ આરિફ એસ. ડૉક્ટર સમક્ષ આવ્યો થયો હતો.
સુનિલ શેટ્ટી તરફથી વરિષ્ઠ વકીલ બિરેન્દ્ર સરાફ હાજર રહ્યા હતા. સરાફે દલીલ કરી કે સુનિલ શેટ્ટી અત્યાર સુધી 100થી વધુ ફિલ્મોમાં દેખાયો છે, અને તેની જાહેર છબિ વ્યાપક છે. અજાણ્યા લોકો તેની અને તેના પૌત્રના ફોટાઓનો ઉપયોગ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે કરી રહ્યા છે.

કેટલાક ડીપફેક વિડિયો અને તસવીરોમાં તેને તેના પૌત્ર સાથે બતાવવામાં આવ્યા છે, એમ સરાફે અદાલતને જણાવ્યું.તેમણે જણાવ્યું કે કેટલાક રિયલ એસ્ટેટ અને જ્યોતિષ વેબસાઇટ્સ તેની છબિનો ઉપયોગ કરી રહી છે, જ્યારે એક જુગારની સાઇટ પર પણ તેનો ફોટો છે, જે બધું તેની મંજૂરી વિના મૂકવામાં આવ્યું છે. નકલી એજન્ટો અને સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે, જે પોતાને સુનિલ શેટ્ટીના પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે. સરાફે જણાવ્યું કે, મેટા જેવા પ્લેટફોર્મ્સે કેટલીક પોસ્ટ્સને માત્ર ડીપફેક તરીકે લેબલ કરી છે, પરંતુ તેને દૂર કરી નથી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોશિયલ મિડિયા જો નિયંત્રણ વગર રહેશે તો લોકો શું કરી શકે છે તે ખરેખર ભયાનક છે. સરાફે ઉદાહરણ તરીકે તાજેતરમાં પ્રચલિત થયેલા ભારતના મુખ્ય ન્યાયાધીશના ડીપફેક વિડિયોનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, હું પણ બે દિવસ સુધી એ વિડિયો સાચો છે એવું માનતો હતો. પિટિશનમાં જોન ડો ઓર્ડરની માગણી પણ કરવામાં આવી છે, અદાલત આગામી દિવસોમાં આ અંગે એકતરફી વચગાળાનો આદેશ આપી શકે છે.

જોન ડો ઓર્ડર શું છે? જોન ડો ઓર્ડર એ એવો કાનૂની આદેશ છે, જેનો ઉપયોગ ત્યારે થાય છે, જ્યારે અધિકારોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓની ઓળખ અજાણી હોય. ખાસ કરીને ઇન્ટરનેટ પરના અજાણ્યા હેકર્સ, પાઈરસી કરનારાઓ, નકલી માલ વેચનારાઓ અથવા ફોટા-વિડિયો પ્રસાર કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે તેનો ઉપયોગ થાય છે. સુનિલ શેટ્ટીએ પોતાની અરજીમાં આ જ પ્રકારનો જોન ડો ઓર્ડર માગ્યો છે, જેથી અજાણ્યા લોકો કે વેબસાઇટ્સ તેની અને તેના પરિવારની છબિનો ઉપયોગ ન કરી શકે અને આવાં કૃત્યો સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી થઈ શકે, જેથી અજાણ્યા લોકો સુનિલ શેટ્ટીના ફોટા, વિડિયો કે નામનો દુરુપયોગ ન કરી શકે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
