આર્થિક દષ્ટિએ નબળા ઘટકનો રહેવાનો પ્રશ્ન ઉકેલવા રાજ્ય સરકારે નવા ગૃહનિર્માણ ધોરણમાં ભાડાના ઘરની નિર્મિતીને પ્રોત્સાહન આપ્યું છે. એ અનુસાર રાજ્યમાં ભાડાના ઘરની નિર્મિતી કરવા મ્હાડા તરફથી સ્વતંત્ર ધોરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ કામને ઝડપી કરવામાં આવ્યું છે. એકાદ મહિનામાં ધોરણ તૈયાર કરીને એને મ્હાડા પ્રાધિકરણની માન્યતા લઈને રાજ્ય સરકાર પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. રાજ્ય સરકારની માન્યતા બાદ ધોરણની અમલબજાવણી કરવામાં આવશે. મુંબઈ મહાનગર પ્રદેશમાં ભાડાના ઘરની નિર્મિતી શરૂ કરવામાં આવશે. આગામી થોડા વર્ષમાં રાજ્યમાં મોટી સંખ્યામાં ભાડાના ઘર ઉપલબ્ધ થશે ત્યારે આર્થિક દષ્ટિએ નબળા ઘટકને રાહત મળશે. તેમના રહેવાની સમસ્યા ઉકેલાશે.
મુંબઈ, થાણે, નવી મુંબઈમાં ઘરની કિંમત આભને આંબી રહી છે. આર્થિક દષ્ટિએ નબળા ઘટકને ઘર ખરીદવું પરવડતું નથી. તેથી પરવડનારા દરમાં હકના ઘરનું સ્વપ્ન પૂરું કરવા મ્હાડાનો જ આધાર છે. જો કે મ્હાડાના મુંબઈની લોટરીની ઘરની સંખ્યા અને એના માટે આવતી અરજીમાં ઘણો તફાવત હોય છે. બીજી તરફ ખાનગી ડેવલપરો પાસેથી ફાઈવસ્ટાર પ્રકલ્પ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવે છે. આ તમામ બાબતો ધ્યાનમાં લેતા ગૃહનિર્માણ ધોરણમાં અલ્પ, અતિઅલ્પ જૂથના નાગરિકોનો રહેવાનો, હકના ઘરનો પ્રશ્ન ઉકેલવા ભાડાના ઘર બનાવવા પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દરમિયાન કેન્દ્ર સરકારે એમએમઆરનો વિકાલ ગ્રોથ હબ અર્થાત આંતરરાષ્ટ્રીય દરજ્જાના આર્થિક કેન્દ્ર તરીકે કરવાનો નિર્ણય લીધો છે. આ ગ્રોથ હબ મુજબ આગામી સમયમાં એમએમઆરમાં નોકરી, શિક્ષણ નિમિત્તે આવનારાની સંખ્યા ઘણી છે. તેથી ગ્રોથ હબની રૂપરેખામાં એમએમઆરમાં ભાડાના ઘરને અગ્રતા આપવામાં આવી છે. ગ્રોથ હબ અંતર્ગત એમએમઆરમાં ખાનગી ડેવલપર અને મ્હાડાના માધ્યમથી ભાડાના ઘર તૈયાર કરવાનું ધોરણ તૈયાર કરવાની જવાબદારી મ્હાડાને સોંપવામાં આવી છે. તેથી હવે એમએમઆર ઉપરાંત સંપૂર્ણ રાજ્ય માટે એકાત્મકિ ભાડાના ઘરની નિર્મિતીનું ધોરણ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મ્હાડાના ઉપાધ્યક્ષ સંજીવ જયસ્વાલે આપી હતી.
છ મહિનાથી ધોરણ તૈયાર કરવાનું કામ ચાલુ છે. ખાનગી ડેવલપર અને મ્હાડાના માધ્યમથી ભાડાના ઘર ક્યાં અને કેટલા બાંધવાના, આ ઘરના વિતરણ માટેની નિયમાવલી શું હશે, ઘરની દેખભાળ અને વ્યવ્થાપનની જવાબદારી કોના પર હશે, ભાડું કેટલું હશે જેવી અનેક બાબતોનો સમાવેશ આ ધોરણમાં કરવામાં આવ્યો છે. આ ધોરણ એકાદ મહિનામાં તૈયાર થશે અને પહેલાં મ્હાડા પ્રાધિકરણની માન્યતા માટે રાખવામાં આવશે. એ પછી આ ધોરણ રાજ્ય સરકારની માન્યતા માટે મોકલવામાં આવશે. રાજ્ય સરકારની માન્યતા પછી ધોરણની અમલબજાવણી શરૂ કરીને રાજ્યમાં ભાડાના ઘરની નિર્મિતી કરવામાં આવશે. મહત્વની વાત એટલે આ ધોરણની એમએમઆરમાં અગ્રતાથી અમલબજાવણી કરવામાં આવશે એમ જયસ્વાલે જણાવ્યું હતું.

મ્હાડા તરફ સમૂહ પુનર્વિકાસને અગ્રતા ભાડાના ઘરની નિર્મિતી સાથે જ મુંબઈમાં સમૂહ પુનર્વિકાસને અગ્રતા આપવામાં આવશે. મ્હાડા કોલોનીઓ સહિત ઉપકરપ્રાપ્ત ઈમારતોનો પુનર્વિકાસ પણ સમૂહ પુનર્વિકાસ અંતર્ગત કરવામાં આવશે. એના માટેનો અભ્યાસ પણ મ્હાડા તરફથી કરવામાં આવી રહ્યો છે. સમૂહ પુનર્વિકાસના માધ્યમથી ભવિષ્યમાં મોટા પ્રમાણમાં મ્હાડાને અતિરિક્ત ઘર ઉપલબ્ધ થશે. નાની જગ્યા પરની ઈમારતોનો પુનર્વિકાસ કરવો, રહેવાસીઓને મોટા ઘર મળે, ખુલ્લી જગ્યા મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થાય અને મ્હાડાને અતિરિક્ત ઘર ઉપલબ્ધ થાય એ ઉદ્દેશથી સમૂહ પુનર્વિકાસને અગ્રતા આપવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
