નાસ્તો કરવો જરૂરી છે એવું તો તમે પણ સાંભળ્યું હશે પરંતુ આજે તમને જણાવીએ જો તમે નાસ્તો નથી કરતા તો તમારા શરીરમાં કેવી નેગેટિવ અસરો થાય છે. આ નુકસાન વિશે જાણ્યા પછી તમે ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો.
નાસ્તો આપણા દિવસનું સૌથી જરૂરી મીલ હોય છે. મોટાભાગના લોકો સવારે ઉતાવળના કારણે નાસ્તો કરવાનું ટાળતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ નાનકડી ભૂલ સ્વાસ્થ્યને મોટું નુકસાન કરી શકે છે? સવારે નાસ્તો ન કરવો તે ફક્ત શરીર નહીં મગજને પણ નુકસાન કરે છે. હેલ્થ એક્સપર્ટ પણ જણાવે છે કે જો તમે સવારે નાસ્તો કરવાનું છોડી દો છો તો શરીરમાં કેટલાક નેગેટિવ ફેરફાર જોવા મળે છે.

માથાનો દુખાવો
હેલ્થ એક્સપર્ટ અનુસાર જો સવારમાં નાસ્તો કરવામાં ન આવે અને બપોર સુધી ભૂખ્યા રહેવામાં આવે તો માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. આ સિવાય ઘણા લોકોને માથામાં દુખાવાનો અનુભવ પણ થાય છે. તેનું કારણ છે કે લાંબા સમય સુધી ખાલી પેટ રહેવાથી બ્લડ શુગર લેવલ ઘટી જાય છે અને માથું દુખવાનું શરૂ થઈ જાય છે.
ફોકસનો અભાવ
સવારનો નાસ્તો આપણા શરીરની સાથે મગજ માટે પણ જરૂરી છે. કારણ કે તે મગજને પણ પોષણ આપે છે. જો સવારે નાસ્તો ન કરવામાં આવે તો યાદશક્તિ પર અસર થાય છે અને કોઈપણ કામમાં ફોકસ કરવામાં સમસ્યા થાય છે. નાસ્તો ન કરવાથી ધ્યાન ભટકતું રહે છે અને કોઈપણ કામ વ્યવસ્થિત રીતે થઈ શકતું નથી.
મૂડ પર અસર
નાસ્તો ન કરવો એટલે કે બપોરના ભોજન સુધી ખાલી પેટ રહેવાથી શરીરમાં કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે જેના કારણે ગુસ્સો, ચીડીયાપણું, ચિંતા અને મૂડ સ્વિંગ જેવી સમસ્યા થાય છે.

એનર્જીનો અભાવ
જો સવારે નાસ્તો કરવામાં ન આવે તો શરીરને જરૂરી એનર્જી અને ગ્લુકોઝ મળતા નથી. સવારે કંઈ ખાવામાં ન આવે તો બ્લડ સુગર ઘટી જાય છે અને તેની અસર સ્વરૂપે સતત થાક અનુભવાય છે.
વારંવાર ભૂખ લાગવી
ઘણા લોકો એવું માને છે કે વજન ઘટાડવું હોય તો નાસ્તો સ્કીપ કરી શકાય. પરંતુ સવારે નાસ્તો છોડી દેવાથી શરીરને વારંવાર ભૂખનો અનુભવ થાય છે. થોડા થોડા સમયે ખાવાની ક્રેવિંગ થાય છે. જેના કારણે જરૂર કરતાં વધારે ખવાઈ જાય છે. જેનાથી વજન વધારે ઝડપથી વધે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
