ઘાટકોપર પૂર્વની રહેવાસી 44 વર્ષીય રચના વોરાનો સાહસિક શોખ જીવલેણ સાબિત થયો. કચ્છના મુંદ્રા તાલુકાના નવિનાર ગામની મૂળ વતની રચના વોરા તેના કાકા અને માસીના દીકરા સાથે શિમલા પ્રવાસે ગઈ હતી. સોમવારે શિમલાથી કલ્પા તરફ બાઈક યાત્રા દરમિયાન એક ટેન્કર સાથે ટક્કર થતાં દુર્ઘટનામાં તેનું મોત થયું, જ્યારે બાઈક ચલાવી રહેલા ભાઈ ચિરાગ કેનિયા (42)ને ઈજા પહોંચી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત શિમલા જિલ્લાના જીઓરી વિસ્તારમાં નેશનલ હાઇવે-5 પર થયો હતો. પેટ્રોલપંપ નજીક બાઇક ચાલકે ટેન્કરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે બાઈક ટેન્કરના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ. આ અથડામણમાં બાઈક પડી જતાં પાછળ બેસેલી રચના વોરા રસ્તા પર પટકાઈ અને ટેન્કરના પાછળના ટાયર નીચે આવી જતા તેનું સ્થળ પર જ મોત થયું.

ઘાયલ ચિરાગ કેનિયાને તાત્કાલિક રામપુરના ખાનેરી સ્થિત મહાત્મા ગાંધી મેડિકલ સર્વિસીસ કોમ્પ્લેક્સમાં ખસેડવામાં આવ્યો, જ્યારે રચનાનું પોસ્ટમોર્ટમ પણ ત્યાં જ કરવામાં આવ્યું. રચના સોમાની (વોરા) મુંબઈમાં એલ એન્ડ ટી કંપનીમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર સોફટવેર એન્જિનિયર પદે કાર્યરત હતી અને ટ્રેકિંગ, મેરેથોન અને બાઈક રાઇડિંગનો ભારે શોખ હતો.
રચના ઘાટકોપરના પંતનગર વિસ્તારમાં રાજશ્રી સ્ટેટ્સમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેના પિતા જવાહર કાનજી સોનાની (વોરા) અને માતા આઘાતમાં છે. રચના અપરિણીત હતી, જ્યારે નાની બહેન સેજલ પરિણીત છે, હાલ અમેરિકામાં રહે છે. તેમને સમાચાર મળતાં સેજલ અમેરિકાથી મુંબઈ ગુરુવારે આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
