ટોય ફેર કિડ્સ ઈન્ડિયા 2025નો સોમવારે બોમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં આરંભ થયો. સ્પિલવેરનમેસ્સી ઈન્ડિયા આયોજિત આ દુનિયાના સૌથી મોટા ટોય ફેરમાં ટોચના ઉત્પાદકો, વિતરકો, રિટેઈલરો, ઉદ્યોગના વ્યાવસાયિકો નવા પ્રવાહો, ઈનોવેશન્સ અને વેપાર તકો દર્શાવવા માટે એકત્ર આવ્યા છે.
એસજીઈપીસી, ધ ઓલ ઈન્ડિયા ટોય મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન અને એમએસએમઈ મંત્રાલય દ્વારા ટેકા સાથે આ પ્રદર્શન નેટવર્કિંગ, જ્ઞાન આદાનપ્રદાન અને વૈશ્વિક બજાર પહોંચ માટે મહત્ત્વપૂર્ણ મંચ છે, એમ સ્પિલવેરનમેસ્સીના એમડી તનુ આઈલાવાડીએ જણાવ્યું હતું.

રમકડા ઉદ્યોગની વધતી જરૂરતોને પહોંચી વળવા માટે ભાવિમાં ડોકિયું કરતા વિષયો પર 2025ના કોન્ફરન્સ પ્રોગ્રામ ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતમાં ટોય સેફ્ટી ઈકોસિસ્ટમ વિકસાવવી, સ્માર્ટ ટોયઝની ભૂમિકા, એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી, ટોયઝ વિધાઉટ બેરિયર્સ, પહોંચક્ષમ અને લિંગ નિષ્પક્ષ રમકડાં થકી સમાવેશકતા પર સત્ર સહિતના આકર્ષણો આ પ્રદર્શનમાં રહેશે. રમકડા ઉદ્યોગમાં આયાતકારથી નિકાસકાર સુધી ભારતની વધતી વૈશ્વિક પહોંચ પર મુખ્ય સત્ર નોંધપાત્ર ઉત્પાદન અને નિકાસ કેન્દ્ર તરીકે ભારતની વૃદ્ધિ પ્રદર્શિત કરે છે.
આ સમયે હાજર રાજ્યના આઈટી અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે જણાવ્યું કે આપણે ભારતનું અંતર વહન કરતી ટોય બ્રાન્ડ્સ નિર્માણ કરવાની જરૂર છે, જ્યાં ઈનોવેશનનું મિલન પરંપરા સાથે થાય છે અને દરેક બાળકની રમત આપણી સંસ્કૃતિ, આપણાં મૂલ્યો અને આપણા ધ્યેય થકી પ્રવાસ બનીને આત્મનિર્ભર ભારત અને વસુધૈવ કુટુંબકમ દ્વારા વૈશ્વિક ભવિષ્ય આકારબદ્ધ બને. આપણી ભારતમાં રમકડા ઉત્પાદન કરવાની પરંપરા વૈવિધ્યતા અને આપણી કળાકારીગરીનું ઊંડાણ પ્રદર્શિત કરે છે. આપણે વૈશ્વિક ધોરણો અને ઈનોવેશન્સ અપનાવી રહ્યા છીએ ત્યારે આપણાં રમકડાં ભારતીય ખૂબીઓમાં મૂળ ધરાવતી વાર્તા કહે, દુનિયાભરના યુવાનોને પ્રેરિત કરે એવી અપેક્ષા છે.

રમકડા ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન સ્પિલવેરનમેસ્સીજીના સીઈઓ ફ્લોરિયન હેસે જણાવ્યું કે ભારતનો રમકડો ઉદ્યોગ નોંધપાત્ર પરિવર્તન હેઠળ પસાર થઈ રહ્યા છે. ટેલિવિઝન હોસ્ટ અને ક્રિકેટ કોમેન્ટેટર જતિન સપ્રુએ જણાવ્યું કે આ મેળો બાળકો અને પુખ્તો માટે પણ કેન્ડી લેન્ડ સમાન છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
