મહારાષ્ટ્રના રાહુરી-શનિશિંગણાપુરને જોડતી નવી રેલવે લાઈનના બાંધકામને રેલવે મંત્રાલયે માન્યતા આપી છે. તેથી શનિશિંગણાપુર જેવા મહત્વના ધાર્મિક સ્થળે જનારા પ્રવાસીઓ માટે આ લાઈનનો ઘણો ફાયદો થશે.
રેલવે મંત્રાલયે પનવેલ-સોમાટણે અને પનવેલ-ચિખલી દરમિયાન પનવેલ કોડ લાઈન્સ (રેલવે લાઈનમાં એક મુખ્ય લાઈનને જોડેલી બીજી નાની રેલવે લાઈન) બાંધવાના પ્રસ્તાવને માન્યતા આપી છે. તેથી માલની હેરફેર સહેલી અને ઝડપી થવામાં મદદ થશે. અહિલ્યાનગરથી 30 કિલોમીટરના અંતરે આવેલા નેવાસા તાલુકાના સોનઈ ગામથી નજીક આવેલ શનિશિંગણાપુર જાણીતું તીર્થક્ષેત્ર છે.
શનિશિંગણાપુર હજી સીધા ટ્રેનથી જઈ શકાતું નથી. તેથી પ્રવાસીઓ ત્યાં ઝડપથી અને સમયસર પહોંચી શકતા નથી. શનિશિંગણાપુર ખાતે યાત્રાળુઓ, પર્યટકો અને પ્રવાસીઓનો પ્રવાસ રાહતભર્યો થાય એ માટે રાહુરીથી શનિશિંગણાપુર દરમિયાન 21.48 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈન તૈયાર કરવામાં આવી રહી છે. આ લાઈન માટે 494.13 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.

આ રેલવે લાઈનના લીધે શિર્ડી, રાહુ-કેતુ મંદિર (રાહુરી), મોહની રાજ મંદિર (નેવાસા) અને પૈસ ખાંબ કરવીરેશ્વર મંદિર (નેવાસા) જેવા ધાર્મિક અને પર્યટનસ્થળોને પણ ફાયદો થશે. તેથી વાર્ષિક પ્રવાસી સંખ્યા અંદાજે 18 લાખ હશે એવી માહિતી મધ્ય રેલવે પ્રશાસન તરફથી આપવામાં આવી હતી.મુંબઈમાં રેલવે ક્ષમતા વધારવી અને રેલવે પરિવહન સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશથી રેલવે મંત્રાલયે પનવેલ-સોમાટણે અને પનવેલ-ચિખલી દરમિયાન કુલ 7.54 કિલોમીટર લાંબી પનવેલ કોડ લાઈન્સ બાંધવાના પ્રસ્તાવને માન્યતા આપી છે.
એના માટે 444.64 કરોડ રૂપિયાના ખર્ચનો આ પ્રકલ્પ મધ્ય રેલવે તરફથી અમલમાં મૂકવામાં આવશે. પનવેલ મુંબઈ ઉપનગરીય રેલવેની હાર્બર લાઈનમાં એક મહત્વનું ટર્મિનલ છે.

ઉત્તર તરફ દિવા, દક્ષિણે રોહા, પશ્ચિમમાં જેએનપીટી અને પૂર્વમાં કર્જત જેવા મહત્વના જંકશન છે. અત્યારે ગ્રેડ-સેપરેટેડ ક્રોસિંગ ન હોવાથી એન્જિન રિવર્સથી અવરજવરમાં વિલંબ થાય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
