ઘર પર કેવી રીતે કરશો હાર્ટના સ્વાસ્થ્યની તપાસ અને સમય રહેતા આ ખતરાને ઓળખો, કારણ કે હૃદય સુરક્ષિત છે તો બધુ છે.
હૃદય આપણા જીવનનું તે એન્જિન છે, જે દરેક સમયે શરીરને ઉર્જા આપે છે. પરંતુ આજની વ્યસ્ત લાઇફને કારણે હાર્ટ રોગનો ખતરો વધી રહ્યો છે. હંમેશા લોકો વિચારે છે કે તમારા હાર્ટની તપાસ માત્ર હોસ્પિટલમાં જઈને સંભવ છે, પરંતુ તેવું નથી. નિષ્ણાંતો માને છે કે કેટલાક સરળ ટેસ્ટ ઘર પર કરી શકાય છે, જે તમારા હ્રદયના સ્વાસ્થ્યનો અંદાજ આપવામાં મદદરૂપ સાબિત થશે. ડોક્ટરો પ્રમાણે તે આ ટેસ્ટ દ્વારા સમય રહેતા ખતરાની ઓળખ કરી શકો છો.

પલ્સ રેટ ટેસ્ટ
હ્રદયના ધબકારાનો સીધો સંબંધ તેના સ્વાસ્થ્ય સાથે છે. સામાન્ય સ્થિતિમાં 60થી 100 બીટ પ્રતિ મિનિટને સામાન્ય માનવામાં આવે છે. જો તમારા ધબકારા ખુબ વધુ કે ધીમા છે તો તે હ્રદય રોગનો સંકેત હોઈ શકે છે. દરરોજ સવારે ઉઠી 1 મિનિટ સુધી તમારા ધબકારા ગણી હાર્ટની સ્થિતિ સમજો.
બ્લડ પ્રેશર ટેસ્ટ
બ્લડ પ્રેશર હ્રદયની મજબૂતી અને રક્ત પ્રવાહનો અરીસો છે. સામાન્ય બ્લડ પ્રેશર સ્તર 120/80 mmHg હોય છે. હાઈ બ્લડ પ્રેશર હ્રદય પર વધારાનો દબાવ નાખે છે અને સ્ટ્રોક કે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આજના સમયમાં ડિજિટલ બીપી મશીન સરળતાથી ઘર પર મળી જાય છે. તેનાથી તમે નિયમિત તપાસ કરી શકો છો.
ઓક્સીજન લેવલ ટેસ્ટ
ઓક્સીજન લેવલથી ખ્યાલ આવે છે કે તમારૂ હ્રદય અને ફેસફા કેટલી સારી રીતે કામ કરે છે. સામાન્ય ઓક્સીજન લેવલ 95% થી 100% વચ્ચે હોવું જોઈએ. પલ્સ ઓક્સીમીટરની મદદથી ઘર પર તમે ઓક્સીજન અને હાર્ટ રેટ બંનેની તપાસ કરી રહો છો. જો લેવલ સતત ઓછું દેખાય તો ડોક્ટર સાથે ચર્ચા કરો.

કેમ જરૂરી છે આ ઘરેલું ટેસ્ટ?
સમય પર ઓળખઃ બીમારી વધતા પહેલા ચેતવણી મળી જાય છે.
સુવિધાજનકઃ ઘર બેઠા સરળ અને સસ્તી તપાસ
નિયમિત મોનિટરિંગઃ સતત નજર રાખવાથી તમે જીવનશૈલીમાં સુધાર કરી શકો છો.
ડોક્ટરને સાચી જાણકારીઃ તપાસના આંકડા ડોક્ટરને બીમારીની સ્થિતિ સમજવામાં મદદ કરે છે.
હાર્ટના સ્વાસ્થ્યનું ધ્યાન માત્ર હોસ્પિટલ જવાથી નથી રખાતું, પરંતુ દરરોજની નાની આદત અને ઘરેલું તપાસ પણ તેમાં મોટી ભૂમિકા ભજવે છે. પલ્સ રેટ ટેસ્ટ, બ્ડ પ્રેશર ટેસ્ટ અને ઓક્સીજન લેવલ ટેસ્ટ, આવી ત્રણ પદ્ધતિથી તમે ઘર પર હાર્ટના સ્વાસ્થ્યનો અંદાજ મેળવી શકો છો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
