કાંદિવલી (પૂર્વ)માં 24 સપ્ટેમ્બરને ગેસ લીકને કારણે લાગેલી આગની દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલી છમાંથી બે પીડિતાઓ રક્ષા જોશી અને પૂનમ પુતાણી (28) સારવાર દરમિયાન મોત થયાં છે.
ઐરોલીની નેશનલ બર્ન્સ હોસ્પિટલમાં અન્ય 5માંથી 4 મહિલા ગંભીર છે.સમતાનગર પોલીસના જણાવ્યા અનુસાર કાંદિવલી અગ્નિકાંડમાં દાઝેલી ગુજરાતી મહિલા રક્ષા જોશીનું ભાયખલાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે સવારે અને ઐરોલીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પૂનમ પુતાણીનું રવિવારે બપોરે મોત થયું.
આ કેસમાં અમે સાક્ષીદારો અને અસરગ્રસ્તોના પરિવારજનોના નિવેદનો લઈ રહ્યા છીએ, જેને આધારે જવાબદારો સામે એફઆઈઆર નોંધીશું.

નવી મુંબઈ સ્થિત નેશનલ બર્ન્સ સેન્ટરના મેડિકલ ડાયરેકટર ડો. કેસવાનીએ કહ્યું કે, ડૉક્ટરોના અવિરત પ્રયત્નો અને અનેક શુભેચ્છકોની પ્રાર્થનાઓ છતાં, પુતાણીને બચાવી શક્યા નહીં. અન્ય 5 પૈકી 4 મહિલાઓને બચાવવાના પ્રયત્ન ચાલુ છે.
દરમિયાન અગ્નિકાંડના પીડિતોમાં શિવાની ગાંધી સહિત કેટલાક ગંભીર સારવાર હેઠળ છે, અને તેમને તાત્કાલિક તબીબી તેમ જ આર્થિક સહાયની જરૂર છે.
સોશિયલ મિડિયામાં નમસ્વી ગાંધીએ જણાવ્યું છે કે, મારી માતા શિવાની ગાંધી (53) તેમ જ અન્ય પીડિતો નીતુ ગુપ્તા (30), મના રામ (56), દુર્ગાવતી ગુપ્તા (35), જાનકી ગુપ્તા (43) માટે તાત્કાલિક નાણાકીય સહાય એકત્ર કરવા પ્રયત્ન કરી રહી છું. તેમની પર ડૉ. સુનીલ કેસવાની અને ડૉ. સિદ્ધાર્થ કેસવાનીની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

સારવારનો ખર્ચ લાખો રૂપિયામાં પહોંચી ગયો છે, જેને પીડિતોના પરિવારજનો પહોંચી વળી શકે એમ નથી. આથી દાન માટે અપીલ કરાઈ છે. શિવાની ગાંધી 95% દાઝ્યાં છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
