કલ્યાણમાં ૧૭ વર્ષીય વિદ્યાર્થિની પર પાંચ મહિના સુધી સામુહિક બળાત્કાર ગુજારનારા સાત યુવકની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આ નરાધમોને આઠ દિવસની પોલીસ કસ્ટડી આપી હતી. એક આરોપીએ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ કર્યા બાદ કિશોરીનો અશ્લીલ વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરી હતી.
તરુણી સગર્ભા બની હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પીડિતાના પરિવારના સભ્યોએ તેના વાંધાજનક વીડિયો ઓનલાઇન ફરતા જોવા મળ્યા બાદ આ ગુનો પ્રકાશમાં આવ્યો હતો. ૧૭ વર્ષીય સુરેખા (નામ બદલ્યુ છે) કોલેજની વિદ્યાર્થિની છે. ગત એપ્રિલમાં ઇન્સ્ટાગ્રામ પર એક આરોપીની ઓળખ આ તરુણી સાથે થઇ હતી. તેઓ થોડા દિવસમાં મિત્ર બની ગયા હતા. આરોપી યુવકે સુરેખા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેણે તરુણીના અશ્લીલ ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ કર્યા હતા. ત્યારબાદ આ વાંધાજનક વીડિયો તેના છ મિત્રોને શેર કર્યા હતા, એમ મહાત્માફૂલે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.

આ છ ંમિત્રો મુરબાડ અને ભિવંડીના શ્રીમંત પરિવારોમાંથી હતા. આ બધાએ છોકરીને બ્લેકમેલ કરવાનું શરૃ કર્યું હતું. તેઓ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ મહિનાથી સુરેખા પર સામૂહિક બળાત્કાર ગુજારતા હતા. પીડિતાના માતા-પિતાને તેના અશ્લીલ ઓડિયો અને વીડિયો ક્લિપ્સ ઓનલાઇન ફરતી થઇ હોવાની ખબર પડી હતી. ત્યારબાદ કિશોરીએ હિંમત કરીને પરિવારને સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાની તબીબી તપાસમાં તે સગર્ભા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ સામે પોક્સો એકટ અને અન્ય કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે સાત આરોપીની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તેમને આઠ દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.

ડેપ્યુટી પોલીસ કમિશનર અતુલ ઝેન્ડેના માર્ગદર્શન હેઠળ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
