કાંદિવલી (પૂર્વ) વિસ્તારમાં થેપલા બનાવતા ગૃહઉદ્યોગ એકમમાં બુધવારે સવારે 9.05 વાગ્યે આગ લાગી હતી. આ આગની લપેટમાં શિવાની કેટરિંગની માલિક અને 12 વર્ષથી થેપલા બનાવવાનો ગૃહઉદ્યોગ ચલાવતી ગુજરાતી 51 વર્ષના શિવાની ગાંધી અને તેની સાથે કામ કરતી અન્ય 5 બહેનો અને એક મહારાજ ગંભીર રીતે દાઝી ગયાં હતા. આમાંથી છ જણને નવી મુંબઈના નેશનલ બર્ન્સ સેન્ટરમાં દાખલ કરાયા છે, જ્યારે એકને કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મહાપાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં છ મહિલા, જેમાં બે ગુજરાતી મહિલા શિવાની ગાંધી (51,) રક્ષા જોશી (47) અને નીતુ ગુપ્તા (31), જાનકી ગુપ્તા (39), દુર્ગા ગુપ્તા (30) અને પૂનમ (28) તથા એક પુરુષ મનારામ કુમાકટ (55) મળી કુલ સાત લોકો ગંભીર રીતે દાઝ્યા છે. ત્રણ મહિલાઓને 80થી ટકા સુધી અને 2 મહિલા 60 ટકા દાઝવાના કારણે તેમની હાલત નાજુક હોવાનું હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું છે.

આગની ઘટના સવારના લગભગ 9.05 વાગ્યે કાંદિવલી (પૂર્વ)ના મિલિટરી રોડ પર અકડલી મેઈન્ટેનન્સ ચોકી પાસે આવેલી રામ કિશન મિસ્ત્રી ચાલની એક માળની ચાલમાં ગીતા ટિંબર ટ્રેડર્સ નામે દુકાનમાં ગૃહઉદ્યોગ ચાલતો હતો. દુકાનમાં રાખેલું એલપીજી સિલિન્ડર, ગેસનો ચૂલો, વીજળીનાં વાયર અને ખાદ્યસામગ્રીને આ આગમાં ભારે નુકસાન થયું હતું, એમ અગ્નિશમન અધિકારીએ જણાવ્યું હતું.
સામાજિક કાર્યકરો તથા સ્થાનિક રહેવાસીઓએ તરત જ અગ્નિશામક દળને જાણ કરી. થોડા જ સમયમાં ચાર ફાયર એન્જિન તથા અન્ય અગ્નિશામક વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા અને સવારના 9.33 વાગ્યે આગને કાબૂમાં લેવામાં આવી. સમતાનગર પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ. જયવંત શિંદેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પ્રથમ ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો અને આગ શરૂ થઈ હતી. હાલમાં દુકાનની આસપાસ સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બહાર જઈને પાછી આવતાં ઘાત થયો

દરમિયાન ગેસ રૂમની અંદર ફેલાઈ ગયો હોવાથી આગ પકડી લીધી હતી અને અંદર રહેલી બહેનો અને મહારાજ કશું સમજે તે પહેલાં આગ ગોળાની જેમ ફેલાઈ ગઈ. સ્થાનિકોએ આગ બુઝાવવા પ્રયાસ કર્યો પરંતુ થોડી જ મિનિટોમાં દુકાનનો મોટો હિસ્સો બળીને ખાખ થઈ ગયો. પોલીસ અને ફાયર બ્રિગ્રેડને જાણ કરાતાં સવારે 9.5 મિનિટે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધી બહેનો ગંભીર રીતે દાઝી હતી. શિવાનીના પતિ મુંબઈ બહાર હતા. તેમને ઘટનાની જાણ કરાતાં મોડી રાત્રે મુંબઈ આવી પહોંચ્યા હતા. દાઝેલી એક યુવતીનાં ડિસેમ્બરમાં લગ્ન થવાનાં હતાં.
કંઈ રીતે આગ ફેલાઈ ?
કાંદિવલીમાં રહેતો મોઢ વણિક સમાજનો 55 વર્ષીય મીતુલ ગાંધી ચશ્માની દુકાન ધરાવે છે, પત્ની ગૃહઉદ્યોગ ચલાવે છે. શિવાની ગાંધી અન્ય બહેનોને આર્થિક રીતે પગભર કરવા માટે છેલ્લાં બાર વર્ષથી તેમને થેપલા બનાવવાના કામમાં જોડી અને મદદ કરતી રહી છે. શિવાનીબહેન પહેલાં ઘરેથી જ થેપલા બનાવીને આપતી હતી, પરંતુ માગણીમાં વધારો થતાં અન્ય બહેનોને પણ પ્રોત્સાહિત કરી. રામ કિશન મિસ્ત્રી ચાલમાં છેલ્લાં 5 વર્ષથી તમામ બહેનો મળીને દરરોજના 20 કિલોથી વધુ ફ્રેશ થેપલા બનાવતી હતી. સવારના 7 વાગ્યાથી અહીં બહેનો એકઠી થતી. દરરોજની જેમ બુધવારે બહેનો તેમના નિયત સમયે આવી હતી. 8 વાગ્યા પછી ગેસ લીકેજની દુર્ગંધ આવતાં શિવાનીબહેન અને તેની સાથે તમામ કામ કરતી બહેનો બહાર આવી ગઈ હતી, પરંતુ થોડી વાર પછી મુખ્ય મહારાજે કહ્યું કે, દુર્ગંધ બંધ થઈ ગઈ છે, એથી તમામ બહેનો આશરે 8.45 કલાકે પરત રૂમમાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
