શરીરમાં લોહી ઓછું હોય તો એનીમિયા થઈ શકે છે. શરીરમાં લોહી વધારવું હોય તો એક સુપરફુડ મદદ કરી શકે છે. એક ફળ એવું છે જેને ખાવાથી ઝડપથી લોહી વધે છે. આ ફળ હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
શરીરને ફીટ રાખવું હોય તો આહાર હેલ્ધી રહે તે વાતનું ધ્યાન રાખવું. જંક ફુડ અને અનહેલ્ધી ખાણીપીણીથી લોકોને સ્વાદ તો મળે છે પરંતુ તેનાથી બીમારીઓ ઝડપથી વધે છે. સાથે જ શરીરમાં પોષકતત્વોની ઊણપ પણ સર્જાય જાય છે. આવી જ એક ઊણપ છે આયરનની. જો શરીરમાં આયરન ઓછું હોય તો તેનાથી શરીરમાં સતત નબળાઈનો અનુભવ થાય છે.
શરીરમાં આયરનની ખામી એટલે કે લોહીની ઊણપ હોય તે સામાન્ય ફરિયાદ થઈ ગઈ છે. શરીરમાં લોહી ઓછું હોય તો શરીર થાકેલુ લાગે છે અને જો યોગ્ય સમયે તેના પર ધ્યાન આપવામાં ન આવે તો એનીમિયા થવાનું જોખમ પણ વધી જાય છે.

એનીમિયા એટલે કે રક્તની ખામી શરીરને થકાવી નાખે તેવો અનુભવ હોય છે. આ સ્થિતિમાં ડોક્ટર આયરન સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે. પરંતુ ઘણા લોકો દવા કરતાં પહેલા પ્રાકૃતિક રીતે ઊણપ દુર થાય તેવા પ્રયત્ન કરે છે. જો શરીરમાં કુદરતી રીતે લોહી વધારવું હોય તો શું કરવું ચાલો તમને જણાવીએ.
હેલ્થ એક્સપર્ટના જણાવ્યાનુસાર રેડ ડ્રેગન ફ્રુટ લોહીની ઊણપ દુર કરવામાં મદદ કરી શકે છે. ડ્રેગન ફ્રુટ એક ટ્રોપિકલ ફળ છે જે બ્લડ સેલ્સના પ્રોડક્શનને વધારવામાં મદદ કરે છે. આ ફળ હાર્ટ હેલ્થને પણ સપોર્ટ કરે છે અને શરીરમાં સોજા ઓછા કરે છે.
રેડ ડ્રેગન ફ્રુટનો ચમકદાર લાલ રંગ તેની પોષણક્ષમતાના કારણે હોય છે. આ ફળ આયરન, વિટામિન સી, એન્ટી ઓક્સીડન્ટનો સૌથી શ્રેષ્ઠ સોર્સ છે. આ ત્રણેય પોષકતત્વો શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મહત્વની ભુમિકા ભજવે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર, મેગ્નેશિયમ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. જે હાર્ટ હેલ્થ સુધારવામાં મદદ કરે છે. બ્લડ શુગર કંટ્રોલ કરવામાં અને સોજા ઓછા કરવામાં પણ ડ્રેગન ફ્રુટ મદદ કરે છે.
એક સ્ટડી અનુસાર લોહીની ઊણપ ધરાવતી મહિલાઓને 7 દિવસો સુધી 500 ગ્રામ રેડ ડ્રેગન ફ્રુટ આપવામાં આવ્યું. સ્ટડી પછી જ્યારે ચેક કરવામાં આવ્યું તો મહિલાઓમાં હિમોગ્લોબિન અને લાલ રક્ત કોશિકાનું લેવન પહેલા કરતાં વધારે હતું. જેના પરથી તારણ આપવામાં આવ્યું કે રેડ ડ્રેગન ફ્રુટ આયરનની ખામીને અસ્થાયી રીતે સુધારવામાં મદદ કરી શકે છે. જો કે રેડ ડ્રેગન ફ્રુટ મેડિકલ ટ્રીટમેન્ટનો વિકલ્પ નથી પરંતુ તેને હેલ્ધી ડાયટમાં સામેલ કરવાથી ફાયદો થઈ શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
