મુંબઈ- નાગપુરને જોડતો અને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ માટે મહત્ત્વાકાંક્ષી ગણાતો હિંદુ હૃદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરે સમૃદ્ધિ મહામાર્ગ હવે ઝડપભર્યા પ્રવાસ સાથે સૌરઊર્જા ઉત્પાદન માટે પણ ઓળખાશે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમે (એમએસઆરડીસી) બુલઢાણા જિલ્લાના કારંજાલાડ તથા વાશિમ જિલ્લાના મહેકર ઇન્ટરચેન્જ ખાતે સૌરઊર્જા પ્રોજેક્ટ કાર્યરત કર્યા છે. આ સાથે સમૃદ્ધિ મહામાર્ગ દેશનો પહેલો એવો હાઇવે બન્યો છે જ્યાં માર્ગ પર જ ઊર્જા ઉત્પાદન થઈ રહ્યું છે.કારંજાલાડ ખાતે 3 મેગાવોટ અને મહેકર ખાતે 2 મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે.
કુલ પ્રથમ તબક્કામાં 9 મેગાવોટ સ્થાપિત ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટથી હવે વીજ ઉત્પાદન શરૂ થયું છે. આવતા સમયમાં મહામાર્ગ પરના અન્ય ઇન્ટરચેન્જ પર પણ પ્રોજેક્ટ ગતિ પકડશે.એમએસઆરડીસીના ઉપાધ્યક્ષ અને વ્યવસ્થાપક નિયામક અનિલકુમાર ગાયકવાડ તથા અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ સફળ બન્યો છે.

સહવ્યવસ્થાપક નિયામક મનુજ જિંદલે જણાવ્યું કે માત્ર સમૃદ્ધિ મહામાર્ગ જ નહીં, પણ રાજ્યના અન્ય પ્રસ્તાવિત હાઇવે પર પણ આવા સૌરઊર્જા પ્રોજેક્ટ્સ લાગુ કરવાની યોજના છે. આથી મળનારા કાર્બન ક્રેડિટ્સ પાયાની સુવિધાઓ માટે કર્જ મેળવવામાં મદદરૂપ બનશે.701 કિમી લાંબા આ મહામાર્ગ પરથી અત્યાર સુધીમાં 2.25 કરોડથી વધુ વાહનોએ પ્રવાસ કર્યો છે. શરૂઆતથી જ એમએસઆરડીસીએ નક્કી કર્યું હતું કે પ્રવાસ સાથે વીજ ઉત્પાદન પણ કરવું. તેના ભાગરૂપે તમામ ઇન્ટરચેન્જ પર મળીને 204 મેગાવોટ ક્ષમતાના સૌરઊર્જા પ્રોજેક્ટ્સ ઉભા કરાશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
